jump to navigation

Video:કાવ્યપઠનઃવક્તવ્યઃ ‘ઓટલો’ ગ્રુપ.લોસ એન્જેલસ. April 27, 2021

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો,કાવ્યપઠન , add a comment

એપ્રિલ ૨૪ ના રોજ લોસ એન્જેલસના ‘ઓટલો’ ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમનો એક અંશઃ
શ્રી કૌશિક શાહના સંકલન અને સૌજન્ય સાથે આનંદપૂર્વક..આભાર સહિત..
please click on picture:

વક્તવ્ય વીડિયો April 12, 2021

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા તારીખ 6 થી 9 માર્ચ દરમ્યાન યોજાયેલા ‘વિશ્વ પુસ્તક મેળા’માં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાંનો એક ઓનલાઈન કાર્યક્રમ હતો “ગુજરાતી મહિલા લેખનની ગઈ કાલ, આજ અને આવતીકાલ” .આ વિષય પર ઉષા ઉપાધ્યાય, દેવિકા ધ્રુવ, લક્ષ્મી ડોબરિયા અને પ્રાર્થના જહાએ વક્તવ્ય આપ્યાં હતા. આ સુંદર કાર્યક્રમ માટે NBT અને શ્રી ભાગ્યેન્દ્ર પટેલનો આભાર.

જુગલબંધી કરી છે મેં… March 10, 2021

Posted by devikadhruva in : ગઝલ , add a comment

વિશ્વ પુસ્તક મેળો..દિલ્હી

Posted by devikadhruva in : Uncategorized , add a comment

વિશ્વ પુસ્તક મેળો..

આ સુંદર કાર્યક્રમ માટે NBT અને શ્રી ભાગ્યેન્દ્ર પટેલનો આભાર.

કવયિત્રી સંમેલન- યુટ્યુબ ઉપર..૨/૨/૨૦૨૧ February 6, 2021

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો,કાવ્યપઠન , add a comment

નીચેની લીંક ક્લીક કરી  માણોઃ કવયિત્રી સંમેલન..

VanitaVishv I NRI KavyitriSammelan | Raksha Shukla | Tofani Tandav – YouTube

 

VanitaVishv I NRI KavyitriSammelan | Raksha Shukla | Tofani Tandav – YouTube

નરસિંહ મહેતાના પદ અને વેદાંત વિચારઃ શીઘ્ર પ્રતિભાવઃ દેવિકા ધ્રુવ January 23, 2021

Posted by devikadhruva in : લેખ , add a comment

નરસિંહ મહેતાના પદ અને વેદાંત વિચારઃ શીઘ્ર પ્રતિભાવઃ 

 

 આજે ૨૩ મી જાન્યુ.ની અમેરિકાની સવારે, સાહિત્ય, સંગીત અને તત્ત્વજ્ઞાનના ત્રિવેણી સંગમ સમા એક અદભૂત કાર્યક્રમે આજનો શનિવાર ધન્ય કરી દીધો. આ એક યુટ્યુબ ઉપર પ્રસારિત થયેલ પ્રીમિયર શો હતો. જૂનાગઢની  કુદરતની ગોદમાં શ્વેત વસ્ત્રમાં સજ્જ  ગાયક અને વાદક વૃંદ તથા ઘેરા ભૂરા આકાશી રંગના પોશાકમાં સુસજ્જ વક્તા બહેન રાધા મહેતાની અસ્ખલિત વાણીના આ મંત્રમુગ્ધ કાર્યક્રમ અંગે શીઘ્ર પ્રતિભાવ લખવાનું  તરત જ મન થયું. 

 

 આદિ કવિ શ્રી નરસિંહ મહેતાની પાંચ કવિતાઓ અને તેના દરેક પદનું સમજણભર્યુ, સીધી સાદી, સરળ ભાષામાં વક્તવ્ય અને તેની સાથે ભાઈ શ્રી નિર્વેશ દવેના કંઠે ગવાતું ગાન પણ મનમોહક અને યાદગાર બની રહ્યું. વાદ્ય વૃંદના શ્રી કિશન પાઠક,સાગર સોલંકી અને પૂજન મુનશીએ પણ યથોચિત સુંદર કલા દાખવી.

 

સાત જેટલી ભાષાઓ જાણનાર રાધાએ નરસિંહ મહેતાની પાંચ અમર  કવિતાઓના મર્મને, એના શબ્દે શબ્દના અર્થને અને તત્ત્વને સમજાવ્યો તો ખરો જ. પણ એને અલગ અંદાજમાં વેદાંત વિચાર સાથે અદભૂત રીતે સાંકળી બતાવ્યો. વેદ ઉપનિષદ, ભાગવત,શ્રુતિ, સ્મૃતિ,ગીતા વગેરેના અવતરણો  યથાવત  તેના મૂળ રૂપમાં ટાંક્યા અને સંસ્કૃત ભાષાના ધાતુથી બનેલા શબ્દનો મહિમા પણ સુંદર રીતે, રૂપકોની ફ્રેઈમમાં મઢી સજાવ્યો અને સમજાવ્યો.

 

તે ઉપરાંત મરાઠી સંત શિરોમણિ રામદાસથી માંડીને,કબીર,શંકરાચાર્ય,સંત તુકારામ, સાંપ્રત સમયના ગઝલકારના શેરો, અરે, હિન્દી ફિલ્મના  (કૃષ્ણના રોલમાં ) હીરોના મુખે બોલાયેલ સંવાદોનો પણ ઉલ્લેખ કર્યો જેને કારણે તત્ત્વજ્ઞાન જેવા અઘરા અને ગૂઢ વિષયને પણ સરળ અને રસથી તરબોળ રાખ્યો. તેમના શુધ્ધ ઉચ્ચારો, જ્ઞાનની સ્પષ્ટતા, વક્તૃત્વ છટા અસરકારક અને નોંધપાત્ર હતી.એટલું જ નહિ, જ્ઞાનને આત્મસાત કર્યાની પ્રતીતિ કરાવતા હતા.

૧.ધ્યાન ધર હરિ તણું, ૨.નીરખને ગગનમાં, ૩.અખિલ બ્રહ્માંડમાં, ૪.હું ખરે તું ખરો અને ૫.ભૂતળ ભક્તિ પદારથ મોટું આ પાંચ કવિતાના પદોનો  વેદાંત વિચાર સાથે કરાવેલ સુંદર આસ્વાદ મમળાવવો ગમે તેવો રોચક અને અર્થસભર રહ્યો.

 

ઘડીભર માટે  સાબરમતીના તીરે આવેલ એચ.કે. આર્ટસ કોલેજના  વર્ષો જૂના વહેલી સવારના ઝીરો પીરયડવાળા સંસ્કૃતના ક્લાસમાં પહોંચી ગઈ.  જ્યાંથી પ્રો. શ્રી પરમાનંદ દવે અને ઈન્દુકલાબહેન ઝવેરીના વેદ અને ગીતા વિષયના વ્યાખ્યાનો મનોભૂમિકા પર પડઘાતા રહ્યાં. સાહિત્યનો રત્નાકર કેટલો વિશાળ છે અને કેટલો ઊંડો છે. તેમાંથી અમોલા મોતીઓ તો મળે જ પણ એને, સાચા અર્થમાં ભણનાર અને  આત્મસાત કરનાર રાધા મહેતા જેવાં રત્નો પણ સાંપડે જ. જે ખરા મૂલ્યોનું જતન કરે અને જગતમાં  આનંદપૂર્વક એની લ્હાણી પણ કરે.

કાર્યક્રમની લીંકઃ
https://youtu.be/u9X819MjY24

 

નરસિંહ મહેતાના જૂનાગઢમાં ગૂંજેલી કરતાલનો આનંદ હજી આજે પણ કેવો સૂરીલો બની વહે છે! પાંચે ગીતોના શબ્દાર્થ,ભાવ,મર્મ,કર્મ,જ્ઞાન,ભક્તિ સમગ્ર તત્ત્વ નો અખિલાઈપૂર્વક આનંદ માણ્યો. આ આંગણે આવેલ અષ્ટમહાસિધ્ધિ જેવા અથવા કહું કે, ચિદાનંદ સમા કાર્યક્રમ માટે સમગ્ર ટીમને સાચા દિલથી અભિનંદન. ફરી ફરી આ રીતે વધુ આગળ સોપાન ચઢતા રહો એ જ શુભેચ્છા.

 

દેવિકા રાહુલ ધ્રુવ.

હ્યુસ્ટન

તા. જાન્યુ.૨૨ ૨૦૨૧

 

ટેક્સાસની તેજસ્વી ધારા…. November 25, 2020

Posted by devikadhruva in : લેખ , add a comment

ટેક્સાસની તેજસ્વી ધારા-ચિ.સ્વરા અને આજ્ઞા.

“Gujarati Fun with Swara and Agna” ના નામથી શરૂ કરેલી યુટ્યુબ ચૅનલ પર ….
નમસ્તે ઍન્ડ જય સ્વામિનારાયણઆઇ એમ સ્વરાઆઇ એમ આજ્ઞા.” ના  મીઠા સંવાદથી ચાલું થતો વિડિયો  અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટેનું એક આગવું અંગ બની ગયું છે. નવાઈની અને આનંદની વાત તો એ છે કે, આ યુટ્યુબ ચૅનલના સૂત્રધાર  ચિ. સ્વરા મોણપરા હજી તો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે  ચિ.આજ્ઞા  KG માં. આ બંને બહેનો હ્યુસ્ટનના મિઝોરી સિટીમાં રહે છે અને તેમણે અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોને ગુજરાતી શિખવાડવા માટે કવાયત આદરી છેતેમના વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. માતાપિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ બાળકો ગુજરાતી મૂળાક્ષરો બોલતાવાંચતા અને લખતા શીખી જાય છે.

જુલાઇ ૨૦૨૦ થી શરૂ કરેલી આ ચૅનલમાં અત્યાર સુધીમાં “” થી લઇને “” સુધીના મૂળાક્ષરોના વિડિયો આવરી લેવાયા છેઆગળના અક્ષરો માટેના વિડિયો બનાવવાનું કામ અને સાથે સાથે તેમની વેબસાઇટ www.gujaratilearner.com પણ ચાલું જ છે આખીયે વાત રસપ્રદ તો છે  પણ ખૂબ ખૂબ મહત્ત્વની છેપ્રશંસાને પાત્ર છે અને પ્રેરણાદાયી પણ છેઆના અનુસંધાન માટે તેના ઘરના વાતાવરણ અને માતાપિતાની એક પૂર્વભૂમિકા આપવી પણ જરૂરી છે.

સ્વરા અને આજ્ઞાના પિતા એટલે કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપ માટે’ ‘પ્રમુખ ટાઈપ પેડના સંશોધક શ્રી વિશાલ મોણપરામાતા નયનાબહેન  માઈક્રોબાયોલોજીના અનુસ્નાતક છે અને હાલ યુનિઓફ ટેક્સાસમાં  ક્લીનીકલ લેબ.સાયન્સનો અભ્યાસ કરી રહ્યાં છે.

 વાત તો સૌને વિદિત છે  કે૨૦૦૪૨૦૦૫ ના સમયગાળા સુધી નોન યુનિકોડ ગુજરાતી ફોન્ટ ખુબ  પ્રચલિત હતાંજેટલાં કંઇ પણ લખાણો હતાં તે બધા  નોન યુનિકોડમાં હતાંપરંતુ તેમાં કેટલીક તકલીફો હતી૨૦૦૫ માં  હ્યુસ્ટનસ્થિત શ્રી વિશાલ મોણપરાએ ગુજલીશમાં લખેલા લખાણને ગુજરાતી યુનિકોડમાં ફેરવવાનો પ્રોગ્રામ બનાવ્યો. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની જ હતી અને અમેરિકાની ધરતી પર પગરણ  કર્યાને  માંડ એક-દોઢ વર્ષ જ થયું હતું. તે સમયે તેમણે અંગ્રેજી કીબોર્ડ પર જેવું ટાઇપ કરીએ  સાથે  ગુજરાતીમાં ટાઇપ થાય  માટેની યોગ્ય ટેકનોલોજી વિષે સંશોધન આદર્યું અને  જાન્યુઆરી ૨૦૦૬ માં ગુજરાતી સહિતની ભારતની કુલ આઠ ભાષાઓમાં સરળતાથી ટાઇપ થઇ શકે એવું “પ્રમુખ ટાઇપ પેડ” પોતાની વેબસાઇટ પર લોકોના ઉપયોગ માટે મૂક્યુંગુજરાતી ભાષાપ્રેમીઓએ ગુજરાતીમાં પોતાના બ્લોગ બનાવવાની શરૂઆત કરી ત્યારે  તેમના  પ્રમુખ ટાઇપ પેડે લોકોને ગુજરાતીમાં ટાઇપ કરવાની સરળતા કરી આપી. હાલ તો ૨૦થી વધુ ભાષાઓમાં પણ લખી શકાય છે. આમ,અંગ્રેજી  કીબોર્ડમાંથી ગુજરાતી ટાઇપિંગગુજરાતી ફોન્ટ રૂપાંતર અને ગુજરાતી OCR સોફ્ટવેર એ તેમનું ગુજરાતી ભાષાના વિકાસ અને વિસ્તાર માટેનું પાયાનું યોગદાન છે.

હવે તેમણે એક નવું મોટું કામ  આદર્યું છે કે તેમની અમેરિકામાં જન્મેલી અને અંગ્રેજીમાં ભણતી પાંચ અને નવ વર્ષની પુત્રીઓ થકી ગુજરાતી ભાષાના https://www.gujaratilearner.com/ પર વીડિયો દ્વારા કોઈપણ ઉંમરે, કોઈપણ વ્યક્તિને ગુજરાતી શીખી શકાય તેવું કામ ચાલુ કર્યુ છેતેઓ કહે છે કે, “આ કાર્યના બીજ પાંચ વર્ષ પહેલાં વવાઇ ગયા હતાઆ સમયે સ્વરા ચાર વર્ષની હતીતેના મમ્મી નયનાએ ખૂબ જ જહેમત ઉઠાવીને આટલી નાની ઉંમરમાં સ્વરાને કક્કોબારાખડી અને શબ્દો વાંચતા શીખવાડી દીધા હતાઆ રીતે નાનપણથી જ સ્વરાને ગુજરાતી ભાષાનો અભ્યાસ હતો અને રસ પણ વધવા માંડ્યો હતો. “

સ્વરા તેના વિડીયો ટ્યુટોરીઅલમાં કહે છે કે,

“Gujarati Learner Website is dedicated for kids who want to learn how to read, write and speak Gujarati.”

બાળકોની વિવિધ રમતોની ઘણી બધી યુટયુબ ચેનલો જોતા જોતા સ્વરાને પોતાની પણ એક ચેનલ હોવાનું સ્વપ્ન જાગ્યુંતેમાંથી ગુજરાતી શિખવાશિખવાડવાનો વિચાર આકાર લેવા માંડ્યો અને પછી તો  તેણે એક સવારે રાત્રિના એક સ્વપ્નમાં જોયેલ logoની વાત કરીને નીચે મુજબ એ દોરી બતાવ્યો .

અને તેના આ ચિત્ર ઉપરથી વિશાલ મોણપરાએ નીચે મુજબના રંગીન logo નક્કી કરી ગુજરાતી શિખવા માટેની ચેનલ તૈયાર કરી દીધી.

Final Gujarati Learner Logo

સ્વરા અને આજ્ઞાના પિતા વિશાલ મોણપરા હ્યુસ્ટનમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ચલાવાતા ગુજરાતી ભાષાના વર્ગોમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આ દરમિયાન તેમણે બાળકોને ગુજરાતી શીખવામાં પડતી તકલીફોને ખૂબ નજીકથી જાણી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજ જ્યારે હ્યુસ્ટન પધાર્યા ત્યારે ૨૦૧૭માં વિશાલને ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ આશીર્વાદની ફળશ્રુતિ રૂપે વિશાલે સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા ગુજરાતી વર્ગો માટે બાળકો ગુજરાતી સરળતાથી લખતા શીખે તે માટેના પ્રોગ્રામ બનાવ્યા પરંતું તેમને હંમેશા ‘હજુ પણ કંઇક ખૂટે છે’ તેવું લાગ્યા કરતું હતું.


વિશાલ મોણપરા વધુમાં જણાવે છે કે,” ૨૦૨૦ ના વર્ષમાં કોરોના મહામારી અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ બની. ઘર બેઠા જ સ્કુલ અને નોકરી હોવાને કારણે પરિવારના સભ્યોને સતત સાથે રહેવાનો ખૂબ જ સારો લહાવો મળ્યો. પારિવારિક વાર્તાલાપ દરમિયાન બાળકોને ગુજરાતી શીખવાડવા માટે વિડિયો બનાવવાનો વિચાર આવ્યો. કામ અઘરું હતું પરંતુ પરિવારના દરેક સભ્યોએ આ પડકાર ઝીલી લીધો.”


સ્વરા અને આજ્ઞા પોતે નક્કી કરેલ વિડિયો માટે ગુજરાતી શબ્દો, સ્ક્રીપ્ટ અને પાત્રો પસંદ કરે છે. વિશાલ સ્ક્રીપ્ટ અને પાત્રોને વિડિયોમાં આવરી લેવા માટેની એનીમેશનની ટેકનીક તૈયાર કરી રાખે છે. ચિ.સ્વરા અને આજ્ઞા પોતપોતાના સંવાદોનું રિહર્સલ કરે છે કે જેથી ઓછામાં ઓછા સમયમાં સારી રીતે વિડિયોનું રેકોર્ડીંગ  થઇ શકે. શનિ-રવિની રજાના દિવસોમાં વિડિયો રૅકોર્ડ કરવાનો હોય ત્યારે નયનાબહેન બંનેને સમયસર તૈયાર કરી દે છે. વળી રૅકોર્ડિંગના સમયે એકદમ નીરવ શાંતિ જળવાય તે માટે નયનાબહેન પોતાના નિર્ધારિત કામ આગળ-પાછળ કરીને પણ વિડિયો રૅકોર્ડ કરવાની અનુકૂળતા કરી દે છે. વિડિયો રૅકોર્ડ થયા બાદ વિશાલ તેને સ્ક્રીપ્ટ પ્રમાણે કાપકૂપ કરીને તેમાં એનિમેશન મૂકે છે અને ત્યાર બાદ યુટ્યુબ પર અપલોડ કરે છે.


ત્રણ થી ચાર મિનિટના વિડિયો માટે આટલી બધી મહેનત વ્યાજબી છે? આ પ્રશ્નનો જવાબ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવાર પાસે છે. અમેરિકામાં ઉછેર પામતા બાળકો માટે ગુજરાતી શીખવું એ અતિશય કપરું છે. માતા-પિતા સમયની વ્યસ્તતાને કારણે કે ગુજરાતી લખતાં, વાંચતા, કે બોલતા ન આવડતું હોય તેના કારણે બાળકોને ગુજરાતી ભાષાનું માર્ગદર્શન આપી શકતા નથી. વળી ગુજરાતી શીખવા માટેના જે ઓનલાઇન વિડિયો હાલમાં ઉપલબ્ધ છે તે માત્ર ગુજરાતી ભાષામાં હોય અથવા ભારતીય શિક્ષણ પદ્ધતિ પ્રમાણે હોય જેથી થોડા જ સમયમાં બાળકને ગુજરાતી શીખવામાંથી રસ ઉડી જાય. પરંતુ સ્વરા અને આજ્ઞાએ બનાવેલ વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. બાળક પોતાના માતા-પિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ ગુજરાતી વાંચતા અને લખતા શીખી જાય છે.

કક્કામાં બાળકોને પાપા પગલી ભરાવીને બાળકોને ગુજરાતીમાં પુસ્તકો વાંચતા કરી દે ત્યાં સુધીના સ્વપ્ના  ચિ.સ્વરા અને આજ્ઞાએ સેવેલા છેઆ સ્વપ્નાને સાકાર કરવા માટે વિશાલ ગુજરાતી શીખવા માટેની મોબાઇલની ઍપ પણ હાલમાં બનાવી રહેલ છે.

આજે અમેરિકામાં યુવાન વર્ગ પોતાના વ્યવસાય અને બાળકોના ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છેછતાં અહીં જન્મેલા ગુજરાતી બાળકો બહુ સરળતાથી ફ્રેંચ, સ્પેનીશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકે છે, તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું  આ એક સરસ કામ  અમેરિકામાં જન્મેલી,અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી આ બે સાવ નાની બાળાઓ દ્વારા થઈ રહ્યું છે તે કેટલી મોટી વાત છે?

સ્વરા અને આજ્ઞાનુ સ્વપ્ન  www.gujaratilearner.com ચેનલ દ્વારા સાત ધોરણ સુધીના શિક્ષણને આવરી લેવાનું છે.  તેમના માતાપિતા ફુલ ટાઈમ જોબ,અન્ય સાંસ્કૃતિક કામ અને પરિવારની દૈનિક જવાબદારીઓ સાથે સાથે શાંતિપૂર્વક આવાં સુંદર કામમાં સાથ અને માર્ગદર્શન આપી રહ્યાં છે જે સાચે  ખૂબ સરાહનીય છે.

અતિ નમ્રમીતભાષી અને માત્ર ૩૮ વર્ષના  યુવાન વિશાલ  મોણપરા હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય છે અને ગઝલો પણ લખે છે.
 રહ્યા તેમના કેટલાંક શેરઃ

છે ડૂબવાની મજા મજધારેસાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પરમંઝિલ કોને જોઇએ છે?

શું સાથે લાવ્યા હતાશું સાથે લઇ જવાના?
બે ગજ બસ છેબ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચાધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોરઢીલ કોને જોઇએ છે?

વિશાલતેમના પત્ની અને બંને પૂત્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાચા અર્થમાં માતૃભાષાનું જતન કરતા  પરિવારને સલામચિસ્વરા અને  ચિ.આજ્ઞાને અઢળક  શુભેચ્છા અને અંતરના ઊંડાણથી  આશિષ.

અસ્તુ.

લેખઃ દેવિકા રાહુલ ધ્રુવ. હ્યુસ્ટન.
સંપર્કઃ ddhruva1948@yahoo.com

માહિતી અને તસ્વીર સૌજન્યઃ વિશાલ મોણપરા.
સંપર્કઃ 
vishal_monpara@yahoo.com

૨૦૦૯થી ૨૦૨૦ સુધીની સાહિત્યિક સફર… October 28, 2020

Posted by devikadhruva in : Uncategorized , add a comment

પ્રકાશિત પુસ્તકો

૨૦૦૯ થી ૨૦૨૦ સુધીની સફર….

ઉપર દર્શાવેલ ૯ પુસ્તકોની વિગતોઃ

૧. શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯

https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074

પ્રથમ કાવ્ય સંગ્રહ

 

૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩

https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X

બીજો કાવ્યસંગ્રહ

 

  

૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫

https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/

૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016

https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407

ઈંગ્લીશ પુસ્તક

5. Maa- Banker Family–Ebook in English-2017

https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/

૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭

http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066

૭. આથમણી કોરનો ઉજાસ- (પત્રશ્રેણી)published on 11/11/2017

ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું
ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તકઃ


પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.

English Translation of  Gujarati Diaspora Literature Award

 Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.

Translated Book in English:

8. Glow From Western Shores : July 10, 2020

-Translation by Arpan Vyas

-available on Amazon.com

-available as paperback and also in  kindle eBook.

This Book is an English translation of Diaspora Literature Award Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.. This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.

૯. પત્રોત્સવ –દેવિકા ધ્રુવ🙏, રાજુલ કૌશિક🙏પ્રીતિ સેનગુપ્તા,🙏 જુગલકિશોર વ્યાસ

જાન્યુઆરી ૨૦૧૮માં શરૂ કરેલી અને દર રવિવારની સવારે નિયમિત રીતે પીરસાતી ‘પત્રાવળી’ ‘પત્રોત્સવ’ રૂપે સપ્ટેમ્બર ૧, ૨૦૨૦ના રોજ પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂકી છે.

અમદાવાદની જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા ‘ગૂર્જર સાહિત્ય’ વતી આ પ્રકાશન સંપન્ન થયુ છે.

આ પુસ્તકમાં અમેરિકા,કેનેડા,યુકે અને ભારત જેવા જુદા જુદા દેશોના મળીને કુલ ૨૬ લેખકોના પત્રો (૫૬ પત્રો) નો સમાવેશ છે અને સૌએ શબ્દનો મહિમા અલગ અલગ રીતે પત્ર દ્વારા રજૂ કર્યો છે.સહુ લેખકોનો સહકાર નોંધપાત્ર છે.

એ માટે ખરા દિલથી, અમારા ચારે સંપાદકો વતી, અત્રે દરેકનો વ્યક્તિગત આભાર .

દેવિકા ધ્રુવ🙏, રાજુલ કૌશિક🙏પ્રીતિ સેનગુપ્તા,🙏 જુગલકિશોર વ્યાસ

પારદર્શી લેખક/ભાઈ શ્રી નવીન બેંકરને શબ્દાંજલિ… September 30, 2020

Posted by devikadhruva in : Uncategorized , add a comment

પારદર્શી લેખક/ભાઈ શ્રી નવીન બેંકરને શબ્દાંજલિ…

બાળપણમાં  જેમની સાથે જીંદગીને, એના સંઘર્ષોને નજીકથી જોયા હોય તેવા  નિકટના આત્મીય ભાઈને માટે  ’હતા’ લખવાનું આવે ત્યારે  કેવું અને કેટલું લાગી આવે? નાનપણથી જ સંઘર્ષોના વહેણમાં અમે સાથે વહ્યા છીએ.. અનાયાસે જ નવીનભાઈની અને મારી એકસરખી લેખનશક્તિ કેળવાઈ અને એકસરખા  સાહિત્યના રસ બંનેના વિકસતા રહ્યાં. હા, પ્રવાહ બદલાતા રહ્યા. પ્રવાહની દિશા બદલાતી ગઈ  અને તેમના પ્રવાસનો મુકામ પણ આવી ગયો.

૯-૨૬-૧૯૪૧ થી ૯-૨૦-૨૦૨૦

શું લખું? ઘણું બધું, એક દળદાર પુસ્તક જેટલું બધું અંદર ઘૂમરાય છે..જોરથી વલોવાય છે.
 ગઈ રક્ષાબંધને… 

આ છેલ્લી છેએ જાણ સાથે હૈયું હચમચાવીનેરાખડી બાંધી’તી.

છેલ્લી ન રહેએ ભાવ સાથે  ઘૂંટ ગટગટાવીને રાખડી બાંધી’તી. 

ચાહ એવી ખૂબ જાગેચમત્કાર થાય  ને સઘળુ સારું થઈ જાય પણ
ખોટાજૂઠા દિલાસા સાથેકડવું સચ પચાવીને રાખડી બાંધી’તી. 

જાણ્યું’તું સમય બળવાન છે, પણ કોપાયમાન આવો? સાવ કટાણે?
વિધિની વક્રતાના દ્વારો ખૂબ ખટખટાવીને રાખડી બાંધી’તી. 

મજબૂત છીએઆવજે પણ પીડા વિના મળજે ભાઈનેમાની જેમ જ,
હકભર્યા હુકમના સાદ સાથેબહુ જ મન મનાવીને બાંધી’તી. 

जानामि सत्यं न च मे स्वीकृति, એ લાચારી ને વેદનાને હરાવી
રુદિયે શ્રધ્ધાસભર સૂતરનો તાર કચકચાવીને રાખડી બાંધી’તી.

 

પણ…. આખરે સપ્ટે.૨૦ની રાત્રે ૧૧.૧૫ વાગે તેમણે જીવનમંચ પરથી વિદાય લઈ જ લીધી. આમ તો તેમની જીવન-કિતાબના પાનેપાના ખુલ્લાં જ હતા. પણ છેલ્લે સંવેદનાના સાત સાત સાગર સમાવીને સૌને અલવિદા કહીને સૂઈ  જ ગયા. જીવનના સારા-માઠા, હળવા-ભારે પ્રસંગોહજ્જારો બનાવો, એના પ્રતિબિંબો મારા માનસપટ પર ઉભરાઈ આવે છેઅત્યારે તો  યાદ એ આવે છે કે આજથી પાંચ વર્ષ પહેલાં તેમણે મારી પાસે પોતાના વિશે લખવા જણાવ્યું હતું ત્યારે તો મેં તરત લખી આપ્યું હયું પણ આજની અને ત્યારની વાત વચ્ચે કેટલો મોટો ફરક છે? છતાં એમાંનો  કેટલોક ભાગ અહીં…  

 

નવીન બેંકર એટલે  એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ.                                                            નવીન બેંકર એટલે એક મસ્ત મઝાનારંગીલારસીલા,મળતાવડાનિખાલસઉમદા અને ખુબ જ ઊર્મિશીલ માનવતેમની કલમ એટલે કમાલ અજબનો જાદૂઅમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટકવ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિતેમનું અવલોકન અને અહેવાલ આબાદ જ હોયનાટકસિનેમાફોટા,સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.” એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીનતો વળી નજર સામે સતત આ દિવસો પણ વહી જશેનું સૂત્ર રાખી જીવનના ચડાવઊતારની ફિકરનેફાકી કરી ફરનાર અલગારી પણ લાગે. ક્યારેક પોતાને નિત્યાનંદભારતી’ બનાવે     તો ક્યારેક શાંતિકાકા બની જાય. એક ઠેકાણે એમણે લખ્યું છે કે,”જિન્દગીમાં, મેં એવા અને એટલા બધા અનુભવો કર્યા છે અને સત્યોને ધરબાઇ ગયેલા જોયા છે એટલે સત્યમેવ જયતે સ્લોગનમાં મને વિશ્વાસ રહ્યો નથી.”  કદાચ એટલે જ એ જીંદગીને શિસ્તથી કે ગંભીરતાથી ક્યારેય જીવી જ શક્યા નથી. આજે તેમના ભીતરમાં ડોકિયું કરતો વિશેષ પરિચય આપું

 

૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયાં હતા દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણાં ધનિકપણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યુંતેથી પિતાની સ્થિતિ અતિ સામાન્ય અમે નાની ચાર બેનો અને એક નાનો ભાઈપોતે સૌથી મોટાંચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં  અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતા..પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાનાં વધારા’ પણ બૂમો પાડીને ખપાવવા જતા.દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતા અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતા. અરેઆ બધા કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !આર્થિક સંકડામણો અને યુવાનીના અધૂરા ઓરતાની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમથયાંસરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યુંઆ ખર્ચાનિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યુંહંમેશા તેમને લાગતું કે જીંદગીનો એ દોર સુવર્ણકાળ હતો.

 

બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત પ્રેમચંદજીકી સાહિત્ય સેવા” એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતુ અને પ્રથમ ઈનામ પણ મેળવેલુંતેમાં તેમની વાક્‍છટા દાદપાત્ર બની હતીસિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગ પછી લેખનનો છંદ લાગ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલીઅનંતરાય રાવળરમણલાલ જોશીઅશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલુંત્યાર પછી સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ ચાંદની’ માં પ્રગટ થઈતે પછી વાર્તાલેખનમાં વેગ આવ્યોઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહીસ્ત્રીશ્રીમહેંદીશ્રીરંગ ડાયજેસ્ટ,આરામમુંબઈ સમાચારકંકાવટીજન્મભૂમિ પ્રવાસીનવચેતન વગેરેમાં છપાતી રહી.તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાંઆમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં.” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતીએ જમાનામાંબે રુપિયાની કિંમતમાં ૯૬ પાનાની પોકેટબુકોનું ચલણ હતુંરસિક મહેતાકોલકલક્ષ્મીકાંત વોરા..એમના જમાનાના જાણીતા લેખકોઆ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.નવીનભાઈની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ.હ્રદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છેતેમની કલ્પનાની ત્રિજ્યા જીવનના વર્તુળ બહાર જઈ શકી નથીઆભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે  તેમની  કલમ સરી છેઅતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને  જકડનારી રહી છે. 

 

૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  સ્વચાંપશી ઉદ્દેશીના નવચેતનમાં દર મહિને નિયમિત છપાતા. પ્રતાપ ઓઝામાર્કન્ડ ભટ્ટ,અરવિંદ પંડ્યામનહર રસકપૂરપ્રાણસુખ નાયકપી.ખરસાણી, સ્વ.વિજય દત્તનરોત્તમ શાહદામિની મહેતાજશવંત ઠાકરદીનેશ શુક્લનલીન દવે વગેરે.. નામોની યાદી તો ખુબ લાંબી છે પણ મુખ્યત્વે આ છે

 

૧૯૭૯માં અમેરિકા આવ્યાંન્યુયોર્કની ‘Russ Togs‘નામની કંપનીમાં અને સબવે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહીફિલ્મોગુજરાતી નાટકોના અહેવાલઅવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો  ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં.પહેલાં તો આ લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા.૧૯૯૧૯૫ દરમ્યાન આ આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયોપછી તો એ દિનચર્યા છોડી દીધી!૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને  ક્યારેક મહાભારતના અંધ ધૃતરાષ્ટ્ર બને તો શોલેના કાલિયાનો રોલ કરેહ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાઅને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જનાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટરતે નાટકના કલાકારો અંગે નવીનભાઈનો અભિપ્રાય પૂછેજૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનુંતેમનું જ્ઞાન અજોડ હતું.નવીનભાઈને એક કામ અતિ પ્રિય અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈપણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખનઆવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાયએ અંગેની રસપ્રદ વાતો  નવીનભાઈના મુખે સાંભળવાની મઝા આવે.અને આલ્બમ જુઓ તો નવાઈ જ પામો. 

 

મન્નાડેઆશાભોંસલેઅનુમલિક,.આરરહેમાન,ધર્મેન્દ્રઅમીરખાનઅક્ષયકુમારબબીતાકરિશ્માપ્રીતિઝીન્ટા,પરેશ રાવલપદમારાણી,ફાલ્ગુની પાઠકનાના પાટેકરઅનિલકપૂર,ઐશ્વર્યારાય,અમિતાભ બચ્ચનસલમાનખાન અને આવાં બીજાં તો અનેક..નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય જઆમાનાં ઘણાં કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઈન્ડીયન સ્ટોરોમાંહિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છેશો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઈ જવાનીસ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની  કામગીરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે.અત્યાર સુધીમાં તેમણે ૨૫૦ જેટલાં અહેવાલો લખ્યાં. કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લેકોઇ કમિટીમાં મેમ્બર  પણ નહીંપોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે.

 

૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માનપત્રથી નવાજ્યું.. ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’  કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાંએનાયત કર્યો હતો.

 

મંદિરમાં ભજન ચાલતું હોય કે ક્યાંક  સંગીત ચાલતું હોય તો ખંજરી લઈ વગાડવા બેસી જવાનું તેમને ખુબ ગમેબંસરી વાદન પણ કરી જાણેગાડી ચલાવતાં ચલાવતાં ગીતો ગણગણવાનું પણ ચૂકે નહિજ્યારે જ્યારે ભારત જાય ત્યારે અમદાવાદની સાંજે ઠાકોરભાઈ દેસાઈ  હોલમાં જઈ નાટકો જોવા જાય જ.ભગવતીકુમાર શર્મારજનીકુમાર પંડ્યા સિધ્ધાર્થ રાંદેરિયા,અશોક દવે વિનોદ ભટ્ટવગેરેને અવશ્ય મળેઅમદાવાદનાં પોતાના મકાનમાં જઈએકાંત મહેસૂસ કરી,ખુદમાં ખોવાઈ જવાની વાતો પણ કરેદરિયા કિનારે રેતીમાં પડેલાં છીપલાં જેવા સંસ્મરણોને વાગોળવામાં પણ તેમને મઝા આવતીઆ છીપલાં પણ કેવાખુબ અમોલા પણ વ્યવહાર જગતમાં એનું મૂલ્ય ?!!! ખરું?ઈન્ટરનેટ પર તેમનો એક બ્લોગ બનાવેલ
એક અનૂભુતિ  એક અહેસાસ’ http://navinbanker.gujaratisahityasarita.org/મારા સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં ત્યાં ખુલ્લાં કર્યા છેકેટલાક રેખાચિત્રો પણ આલેખ્યા છે.બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું  બધું છેકશી યે ઓછપનીક્યારે ય ફરિયાદ વગરનાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો તે નાનીસૂની વાત નથી.

આજે આ વિશેષ પરિચય લખીને મારી ભીની થઈ ગયેલી કલમને શબ્દાંજલિ અર્પીને અટકાવું.

શબ્દાંજલિઃ

વંદન કરી,ચરણે તમારા, ભાવથી નમીએ અમે.

શબ્દો તણા ફૂલો ધરી, સાથે મળી ઝુકીએ અમે.

મીંચી ભલે હો આંખ આજે ને થયાં વિલીન પણ,

લેખન થકી રહેશો અમર, મનમાં સદા સ્મરીએ અમે.

સુગંધ જે  ફેલાવી છે, અક્ષર થકી ચારે દિશે,

એ મ્હેંકને સામે ધરી, શબ્દાંજલિ  દઈએ અમે.

વંદન કરી,બે હાથ જોડી, પ્રેમથી સૌ પ્રાર્થીએ

તમ આતમાની શાંતિ અર્થે અંજલિ દઈએ અમે. 

અસ્તુ.દેવિકા ધ્રુવ

Glow from Western Shores: July 31, 2020

Posted by devikadhruva in : Uncategorized , add a comment

Glow from Western Shores

English Translation of  Gujarati Diaspora Literature Award

 Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.

Translated Book in English: Glow From Western Shores:

 -Translation by Arpan Vyas

-available on Amazon.com

-available as paperback and also in  kindle eBook.

This Book is an English translation of Diaspora Literature Award Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.. This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.

Many short term visitors have written superficial content in the forms of articles or essays till now. It is unheard that after staying for 35-40 years in a foreign land, someone has written all first-hand experiences, good or bad, with utmost detail without any prejudice. The uniqueness of these letters lies in the description of the difficult and closely associated incidents of two countries (U.K. and U.S.) in a literary style.

-The Researcher of Diaspora Literary Creation Shri Balvant Jani, gave much needed encouragement through the medium of the series of  Gujarati books of his institute GREIDS.

Literature lovers will surely welcome this new experiment.

Original Gujarati Book: 

 

 

 

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.