‘છ’ છેલછોગાળો May 20, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentછેલછોગાળો છેટેથી છોને,
છેડતો છુપછુપ છાનો છાનો,
છેલછબીલો છલછલ છલકે,
છબીમાં છટાદાર છે છાયો……..
છલિયો છેડો છોડે ને છેડે,
છાયલ છોરી છન છન છણકે,
છલિયો છળકપટથી છાવરે,
છત્રાકારે છિપશા છિદ્રો,………
છપ્પન છડી છોડને છેડે,
છગોલે છટકે છોભીલ છોરો,
છુમ..છુમંતર છાવણી છેલ્લે,
છંદમાં છેડે છાલક છાંટો……….
છેલછોગાળો છેટેથી છોને,
છેડતો છુપછુપ છાનો છાનો……..
‘ચ’નો ચાંદ May 9, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentચાંદનો ચિરાગ ચમક્યો,
ચિતારાનો ચહેરો ચમક્યો;
ચાંદનીમાં ચાલતા ચિત્રમાં,
ચિત્તડાનો ચોર ચમક્યો..
ચોરેલી ચિનગારી ચિત્તચોરે ચાંપી,
ચોરે,ચૌટે ચર્ચાઓ ચાલી;
ચોમેર ચાંદનીમાં ચાલતાં ચાલતાં,
ચકોર ચૌલા ચક્ચૂર ચાલી..
ચંદનપુરની ચોળી ને ચુંદડી,
ચણક ચણોઠીશી ચૂડી;
ચીવટથી ચીંથરે ચીટકેલી ચીઠ્ઠીમાં,
ચકમકતી ચાહતની ચાંદી.
ચાહના ચકરાવે ચાતક ચોમાસે,
ચડ્યાં ચક્ડોળે ચકો ને ચકી;
ચોમેર ચોતરે ચૂવા-ચંદન,
ચોપાસ ચિક્કાર ચંપો-ચમેલી.
*************************************************************
એક ચિત્રકાર ચાંદનીમાં ચાલવા નીકળે છે.એના ચિત્તમાં ચાહતના કેટકેટલાં ચિત્રો ઉપસે છે ? એકસાથે તેને ચિત્તચોર,ચૌલા નામની નારી,ચાતક,ચકલો ને ચક્લી,ચૂવાચંદનની સુગંધ,ચંપો ચમેલી વગેરે ઘણાં ઘણાં ચિત્રો મન:પટ પર આવે છે. તેનો આ ચિતાર છે.
‘ઘ’ની ઘડી May 2, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentઘડિયાળના ઘંટમાં ઘૂમાતા ઘાટ,
ઘડીની ઘંટીમાં ઘૂંટાતા ઘાવ,
ઘટના ઘૂમ્મટમાં ઘેલાં ઘનશ્યામ,
ઘડીકમાં ઘડીને ઘસતા ઘરબાર.
******************************************
ઘનઘોર ઘટા ઘેરી,
ઘેર ઘોર ઘટના ઘટી.
ઘેરા ઘેરા ઘેનમાં ઘેલી,
ઘરેણાના ઘણાં ઘાટ ઘડી,
ઘમ્મર ઘમ્મર ઘરમાં ઘૂમી.
ઘૂંઘટમાં ઘાટે ઘાટે ઘૂમી.
ઘૂમતી ઘાટીલીથી ઘાયલ ઘમંડી,
ઘોડેસ્વાર ઘૂંટે ઘવાઈ ઘવાઈ.
*******************************************
“ગ”ની ગઝલ April 22, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentApril 22, 2008
ગોરીના ગીતે ગગન ગૂંજ્યું,
ગરવી ગુજરાતનું ગામડું ગાજ્યું,
ગૂંથેલ ગજરે,ગર્વીલી ગાથા,
ગરબે ગવાતા,ગાંધર્વોને ગમ્યું.
ગૌરવર્ણાએ ગોવૃંદનું ગોતતા,
ગોપાલ ગોવરધનને ગમ્યું.
ગોતી ગોતીને ગોરસનું ગાતાં,
ગઝલમાં ગુલતાન ગવૈયાને ગમ્યું.
ગગનાંગનાની ગર્વિષ્ઠ ગ્રીવા,
ગજગામિની ગોપીઓને ગમ્યું.
ગુસ્સામાં ગાગરને ગોઠવીને ગાતાં,
ગુમાનધારી ગજેન્દ્રને ગમ્યું.
ગોરીની ગિરા ગલીએ ગવાતા,
ગુણવાન ગુરુજનોને ગમ્યું.
“ખ”નો ખિતાબ April 10, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment
ખરો ખિતાબ ખેડૂતને ખોળે,
ખેતીમાં ખુદનું ખોળિયું ખોવે;
ખૂણે ખાંચરે ખેતર ખેડે,
ખેડૂત ખાટલે ખુશીથી ખીલે.
ખેદેવો ખુશકિસ્મતી ખેરવે;
ખાંડ-ખજૂરના ખાદ્યો ખડકે.
ખગોળે ખેચર ખેલો ખેલે,
ખેડૂત ખાલી ખોલી ખોલે.
ખોળાના ખુંદનારનો ખાલીપો ખટકે,
ખીણશો ખાલી ખાલી ખખડે;
ખોતરી ખામોશી ખ્યાલોમાં ખૂંદે,
ખેંચે ખમીર ખેતીના ખીલે.
ખમ્મા ખમ્મા, ખોબે ખોબે,
ખરો ખિતાબ ખેડૂતને ખોળે.
“ક”ની કલમ April 1, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment કોમળ કોમળ કરમાં કંગન,
કંચન કેરા કસબી કંકણ;
કંઠે કરતી કોકિલ કુંજન,
કુંવારી કન્યાના કાળજે કુંદન.
કળી કળીના કમનીય કામણ,
કંડાર્યા કવિએ કોરે કાગળ.
કુમકુમ કંકુ,કીકીના કાજલ,
ક્વચિત કિંચિત,કામના કારણ.
કાલિન્દીના કાંઠડે કેડી,
કોતરી કોણે કદંબ કેરી ?
કટક,કીડી કે કુટિર કોઇની,
કણકણ કૃષ્ણ કનૈયે કોરી.
‘વ’ની વધામણી March 21, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentવાસંતી વાયરો વેગે વીંઝાયો,
વાળુની વેળાએ વ્હાલથી વેરાયો.
વિશાલ વ્યોમેથી વાદળીઓ વિહરી,
વિહંગ વાણી વિસ્મયથી વરસી.
વધામણી વિશેષ વળી વિલસશે,
“વૈકુંઠે વિરલી વૃંદા વિહરશે.”
વરિષ્ઠ વડલે વલ્લરી વિસ્તરશે,
વિપુલ વિહસિત વૃષ્ટિ વિરાજશે.
“મ”-માની મમતા- March 16, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentમાર્ચનો મહિનો મૈયરને માર્ગે,
માવડીની મમતા મનડાને માળે.
માનવ મહેરામણ મેળામાં મ્હાલે,
મનડું મારું માતમ મનાવે………
મધુવનમાં મોગરા મઘમઘ મ્હેંકે.
માનિની માલણ મંદ મંદ મરકે,
માઝા મૂકીને મેળો મસ્તીથી માણે,
મોસમ મધુરી મને મૂંઝવી મારે…….
મેઘના માવઠે મોસમ મરોડાયે,
માની મૂક મુદ્રામાં મૃત્યુ મુરઝાયે,
માર્ચનો મહિનો માતને મંદિરિયે,
માવડીની મીઠી મમતા મમળાવે……..
*********************************************************************
આજે માર્ચની પંદરમી તારીખ….
“બધું સરસ સરસ હતું અને અચાનક મા માર્ચમાં ગઇ” એ ભાવ મેં બે વિરોધી
વર્ણન દ્વારા, માના “મ”ને સહારે, વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે.“
આશા છે સૌને અભિપ્રેત થશે.
“મ”નું મુક્તક March 9, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentમેવાડની મીરાંને માધવની મમતા,
માધવને મથુરાના માખણની મમતા,
મથુરાને મોહક મોરલીની માયા,
મૈયાને મોંઘેરા માસુમની મમતા.
********************** ******************************* ******************************** ****************
“મ”ની મથામણ, માની મમતા સાથે કરતાં કરતાં, માર્ચ મહિનામાં અચાનક દૂ…ર દૂ…ર ચાલી ગયેલી માના મનગમતા માધવ સાંભર્યા…ટેપરેકોર્ડરમાંથી પણ “‘મેહુલો ગાજે ને માધવ નાચે” સૂર સંભળાયા.ને પછી તો તરત જ સાવ સરળતાથી,કઇંક એવા જ લયમાં, ઉપરોક્ત પ્રથમ બે પંક્તિ સ્ફૂરી આવી.બાકીની બે પંક્તિ મારી મિત્ર અને માર્ગદર્શક સમી,સંગીતની સાધક, સૌથી નાની બેનના સહકારથી સર્જાઈ.
આશા છે,ગમશે.
“ન”ની નજર March 2, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment“ન”ની નજર
નિલમ નામે નાર નવેલી,
નાજૂક નમણી નખશીખ નીરાળી,
નર્તન નિહાળવા નગરે નીકળી,
નશીલા નયન નમતાં નજરાઇ.
નેહ નીતરતી નજર નખરાળી,
નીરવ નામે નરથી નજરાઇ.
નૂપુર નાદે નવલખ નોરતે,
નાચતાં નાચતાં નાર નજરાઇ.
નિર્મલ નદીના નીર નીરખતી,
નિરવ નામે નરથી નજરાઇ.



