‘વ’ની વધામણી March 21, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , trackbackવાસંતી વાયરો વેગે વીંઝાયો,
વાળુની વેળાએ વ્હાલથી વેરાયો.
વિશાલ વ્યોમેથી વાદળીઓ વિહરી,
વિહંગ વાણી વિસ્મયથી વરસી.
વધામણી વિશેષ વળી વિલસશે,
“વૈકુંઠે વિરલી વૃંદા વિહરશે.”
વરિષ્ઠ વડલે વલ્લરી વિસ્તરશે,
વિપુલ વિહસિત વૃષ્ટિ વિરાજશે.



Powered By
Comments»
no comments yet - be the first?