“ક”ની કલમ April 1, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , trackback કોમળ કોમળ કરમાં કંગન,
કંચન કેરા કસબી કંકણ;
કંઠે કરતી કોકિલ કુંજન,
કુંવારી કન્યાના કાળજે કુંદન.
કળી કળીના કમનીય કામણ,
કંડાર્યા કવિએ કોરે કાગળ.
કુમકુમ કંકુ,કીકીના કાજલ,
ક્વચિત કિંચિત,કામના કારણ.
કાલિન્દીના કાંઠડે કેડી,
કોતરી કોણે કદંબ કેરી ?
કટક,કીડી કે કુટિર કોઇની,
કણકણ કૃષ્ણ કનૈયે કોરી.
Comments»
no comments yet - be the first?