‘ઘ’ની ઘડી May 2, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , trackbackઘડિયાળના ઘંટમાં ઘૂમાતા ઘાટ,
ઘડીની ઘંટીમાં ઘૂંટાતા ઘાવ,
ઘટના ઘૂમ્મટમાં ઘેલાં ઘનશ્યામ,
ઘડીકમાં ઘડીને ઘસતા ઘરબાર.
******************************************
ઘનઘોર ઘટા ઘેરી,
ઘેર ઘોર ઘટના ઘટી.
ઘેરા ઘેરા ઘેનમાં ઘેલી,
ઘરેણાના ઘણાં ઘાટ ઘડી,
ઘમ્મર ઘમ્મર ઘરમાં ઘૂમી.
ઘૂંઘટમાં ઘાટે ઘાટે ઘૂમી.
ઘૂમતી ઘાટીલીથી ઘાયલ ઘમંડી,
ઘોડેસ્વાર ઘૂંટે ઘવાઈ ઘવાઈ.
*******************************************
Comments»
no comments yet - be the first?