‘છ’ છેલછોગાળો May 20, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , trackbackછેલછોગાળો છેટેથી છોને,
છેડતો છુપછુપ છાનો છાનો,
છેલછબીલો છલછલ છલકે,
છબીમાં છટાદાર છે છાયો……..
છલિયો છેડો છોડે ને છેડે,
છાયલ છોરી છન છન છણકે,
છલિયો છળકપટથી છાવરે,
છત્રાકારે છિપશા છિદ્રો,………
છપ્પન છડી છોડને છેડે,
છગોલે છટકે છોભીલ છોરો,
છુમ..છુમંતર છાવણી છેલ્લે,
છંદમાં છેડે છાલક છાંટો……….
છેલછોગાળો છેટેથી છોને,
છેડતો છુપછુપ છાનો છાનો……..
Comments»
no comments yet - be the first?