રસદર્શન..ગઝલઃ બાકી છે.. June 30, 2021
Posted by devikadhruva in : ગઝલ,રસદર્શન , add a commentગઝલ “બાકી છે”– દેવિકા ધ્રુવ
જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે?
ઘણી વીતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે.
જમાનો કેટલો સારો, બધું સમજાવતો રે’છે!
દીવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે !
સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો.
સતત મંદિરની ભીંતો કહે છે ‘ધર્મ બાકી છે.’
ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન પણ, હાય, દર્દ બાકી છે.
જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,
ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.