ભારની હળવાશ…. June 2, 2020
Posted by devikadhruva in : Uncategorized , trackbackઆકાશમાં ઉડવાની મઝા અને મસ્તી માણતા
મુક્ત પંખીની પાંખ અચાનક …
એક તીરથી વીંધાઈ.
એ છેક જમીન પર પછડાયુંં.
મૂર્છિત થઈને પડ્યું.
એને લાગ્યું એની પાંખ કપાઈ ગઈ,
પીંછે પીંછા વેરવિખેર થઈ ગયાં.
ત્યાં દૂર આભલેથી એક ટીપું પડ્યું,
એ સળવળ્યું. એક બીજું,ત્રીજું,ચોથું..
ધીરે ધીરે ટીપાંઓનો છંટકાવ થતો ગયો.
એણે આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો.
આજુબાજું જોયું.
બેઠા થવાનો પ્રયત્ન કર્યો;
બધું જ યથાવત હતું, પાંખો પણ!
તો શું એ સ્વપ્ન હતું?!
ના, ના..પણ.. એમ માની જ લીધું.
ખરી પાંખ તો એની પાસે જ છે! છે જ.
શબ્દની પાંખ.
દેવિકા રાહુલ ધ્રુવ
Comments»
જેની પાસે શબ્દોની પાંખ છે, મસ્તકે મા સરસ્વતીનો વરદ હસ્ત છે, એવા પંખીએ આવા તણખલા સા તીરની કોઈ ચિંતા કરી મૂર્છિત થવાની જરૂર જ નથી. એવા તણખલાં તો હવાની એક લહેરખીએ ક્યાંય ઊડી જાય. એની કોઈ નોંધ પણ ના લે, પણ જે શબ્દોનુ સર્જન થયું છે અને થશે એ શબ્દોની પાંખ હમેશા મજબૂત, કાયમ રહેશે.