jump to navigation

ધૂમ્મસ May 28, 2010

Posted by devikadhruva in : સ્વરચના , trackback

 અજવાળી રાતે આજ અંધારું લાગે,

આછેરા ધૂમ્મસના મલમલી ઘૂંઘટમાં,  

                          ચાંદ છૂપાયે.

વરસાદી રાતે આજ અજંપો લાગે,

ધીરેથી સરસરતી કાગળની નૈયાઓ, 

                         યાદો ઉરાડે.

દુનિયાની રીતો આજ અકારી લાગે,

સાચા ને ખોટાના અટપટી ઝુલામાં, 

                        આતમ મૂંઝાયે.

સરિતાને તીરે આજ અટૂલું લાગે,

કંકરથી ઉઠેલ ગોળગોળ વલયમાં,

                        શ્વાસ રુંધાયે.

મંઝિલની રાહે આજ ઘૂંટાતુ લાગે,

સંજોગ-મેઘે ના સોનેરી સૂરજની,

                        ધાર જણાયે.   

અજવાળી રાતે આજ અંધારું લાગે,

આછેરા ધૂમ્મસના મલમલી ઘૂંઘટમાં,  

                        ચાંદ છૂપાયે…

Comments»

1. શૈલા મુન્શા - May 28, 2010

સરસ રચના. “વરસાદી રાતે અજંપો લાગે,” પંક્તિ વિશેષ ગમી.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.