jump to navigation

ગુજરાતી શબ્દ-સ્પર્ધા…અક્ષર ‘દ’… March 25, 2009

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

દઇતા

પ્રેયસી

દઇતાના  વિદેશગમને તે દેવદાસ બની ગયો.

દકપથ

પાણી ભરવાનો માર્ગ

સખી રે,નજરું લાગી દકપથ જાતા.

દખનીરાસ

દક્ષિણનો તારો

આકાશમાં કદી દખનીરાસ જોયો છે ?

દઠર

મંદ બુધ્ધિ

અપંગ હોવા કરતા દઠર હોવુ વધારે દયનીય છે.

દધિજા

લક્ષ્મી

દધિજાની પૂજા આજે સૌ કરે છે.

દા

અગ્નિ

પૂજાના દરેક હવનમાં દા અનિવાર્ય છે.

દાગબ

સ્તૂપ

પ્રિયદર્શીએ અનેક દાગબો બંધાવ્યા હતા.

દાડમી

એક જાતની આતશબાજી

રંગોની દાડમી જોવી કોને ના ગમે ?

દાણવ

દાણ લેવાની જગા

મારે માથે છે મહીનો માટ રે,

દાણ માંગે છે દાણવ ઘાટ રે.

૧૦

દાદસિતાદ

કામકાજ

વેપારીને રાતદિવસ દાદસિતાદ ભારે.

૧૧

દિક્ત

આનાકાની

દિકત કર્યા વગર નાના ભાઇને આપી દે ને…

૧૨

દિદિવિ

 

સ્વર્ગ

દિદિવિનો દેવ એટલે ઇન્દ્ર.

૧૩

દિની  

પ્રાચીન,પુરાણુ

જીવનનો સાચો બોધ દિની કથાઓમાંથી મળે.

૧૪

દિમન

છાણ

ગૌનું દિમન પવિત્ર મનાય છે.

૧૫

દિરાયત

ગુણો

દિરાયતથી ભરેલાં માનવીઓ હવે ક્યાં છે ?

૧૬

દિવાભીત

ઘૂવડ,દિવસથી ડરેલો

કવિઓએ દિવાભીત પર પણ કાવ્યો લખ્યા છે.

૧૭

દોત

ખડિયો

કમળ પત્ર પર સ્વામિ લખે ત્યાં ગોપિકા દોત સહાયજી.

૧૮

દૂતી

કૂટ પ્રશ્ન,ઉખાણુ

એક દૂતી છે,ઉકેલો તો માનુ, તમે ખરા…..

૧૯

દ્યુત

પ્રકાશનું કિરણ

જ્ઞાનનું એક દ્યુત સૌને અજવાળે.

૨૦

દ્યૂત

જુગાર

દ્યૂતની લત સૌને ડૂબાડે.

વિશ્વ-ભાસ્કર March 24, 2009

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

sooraj1   suraj2

એ આંખ મીંચે ને થાય જગ કાળુ,
            એ આંખ ખોલે ને થાય અજવાળુ,
ગૂઢ રમત એમ રમતા રમતા,
            વિશ્વ તખ્તે રચે દ્રશ્ય રૂપાળું..
વેળા વેળાની ધૂપ છાંવ રચતા,
            જ્ઞાન જીવનનું ધરે નજરાણું.
નિત્ય પહોરે સુરખી ભરતા,
            સાંજે શમતા ગગન નિરાળું..
વિધવિધ ઋત સજે ધજે એમ,
             શીત ગ્રીષ્મ વર્ષા રૂપ ન્યારું.
નિજ આંખ મીંચી સઘળું પોઢાડે,
            જાગી સ્વયં કરે જગને વ્હાલું..
એ આંખ મીંચે ને થાય જગ કાળુ,
            એ આંખ ખોલે ને થાય અજવાળુ….

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી- અક્ષર “ધ” March 23, 2009

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 ક્રમ્ શબ્દ અર્થ શબ્દ પ્રયોગ
ધન  ધ ને કારણે અહંકાર હોવો તે બરાબર નથી
ધકારો આશંકા  
દિકરાને ઘેર આવતા મોડું થાય તો દિલમાં એકદમ ધકારો થઇ જાય છે..
૩. ધખ ખીણ ધખની ઉંડાઇ કોણ માપી શકે ?
૪. ધજીર ચીંથરું ગરીબને મન ધજીર પણ રાજરાણીના ચીર સમ હોય છે
૫  ધડુ કળશ ગામડાના ઘરોમાં ધડુની સુંદર સજાવટ હોય છે.
ધધરૂ સાંજ  પંખીઓના હારબંધ ટોળા કદી જોયા છે ધધરૂ ટાણે ?
ધપ  તમાચો ધપ મારીને ગાલ લાલ રાખ્યો છે.
૮  ધફી રીસ વાત વાતમાં ધફી શું ?
ધબકુ માટીની નાની કોઠી  આંગણામાં ધબકુ ની શોભા સરસ લાગે છે.
૧૦  ધમ  કૃષ્ણ,પરમાત્મા ધમની કૃપા સૌના જીવનમાં હજો.
૧૧ ધરૂ  ધૃવનો તારો  ઉત્તર દિશામાં દેખાતો ધરુ કેવો ચમકે છે ?
૧૨ ધંખના  લગની આ લખવાની ધંખના બહુ લાગી મને તો !
૧૩ ધસામ  પોચી જમીન  સાચવીને ચાલજો,આગળ ધસામ આવશે.
૧૪ ધાનવાયા  સાંબેલુ ગામડામાં  ધાનવાયા ઘેર ઘેર હોય જ.
૧૫ ધાબી  વાદળાથી લાગતો ખો દિવસ  પર્વતની ટેકરીઓ પર દિવસ ખુબ જ ધાબી ધાબી લાગે,પણ ગમે.
૧૬ ધારણિયો થાંભલો  માના અચાનક અવસાને વીરો મારો તો જાણે ધારણિયો થઈ ગયો.
૧૭ ધારાજ દિવ્ય જળ  હરદ્વારની ગંગાનુ જળ ધારાજ મનાય છે.
૧૮ ધિણોજો અદેખો માણસ ધીણોજો માનવી કદી સુખી થતો નથી.
૧૯ ધિનોર અગ્નિનો ભડકો ઘી હોમવાથી ધીનોર વધુ પ્રજ્જ્વલિત થાય.
૨૦ ધી બુધ્ધી  હે ભગવન, મારી ધી ને યોગ્ય માર્ગે પ્રેરો.

વિશ્વ-ચિત્રણ March 11, 2009

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

 cloud

વિશ્વમાં જે થયાં કરે છે તે જોયા કરું છું,
મનમાં જે થાય છે તે કર્યા કરું છુ,

કેમ થાય ફરિયાદ નિયંતાને,
વિચારી એમ,એને જોયા કરું છું.

સર્જ્યું હશે ખુદાએ જ્યારે જગત,
શું આવું ધાર્યું હશે વિચાર્યા કરું છું,

કોણ કોને શાને પૂછે પ્રશ્નો,
સમજી એમ મૌન રાખ્યા કરું છું.

લાગ્યા છે દવ આ દૂનિયાના ડુંગરને,
ઓલવાશે કોઇથી કદી મૂંઝાયા કરું છું.

જોઉં ઉપર ને દેખાય ઘેરા વાદળાં,
સોનેરી કિનાર પર મીટ માંડ્યા કરું છું,

કળિયુગના કાળા આ કેરની તાસીરમાં,
સંતાયેલા સતયુગની તસ્વીર ઝંખ્યા કરું છું. 

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.