jump to navigation

ગીતા-દર્શન June 27, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 4 comments

 gita3.jpg

ગીતા-દર્શન

અઢાર પર્વનું મહાભારત

               ને અઢાર અધ્યાયની ગીતા,

મહાભારતના તુલસીક્યારે

               દીવો પ્રગટ્યો તે ગીતા,

જ્ઞાન-કર્મ-ભક્તિની ગાથા

              ત્રણેની ના જુદી કથા,

એક વગરના બે અધૂરા

               ત્રિવેણીતીર્થ મળે તે ગીતા.

વિષાદ યોગથી પ્રારંભ એનો,

               બ્રહ્મનિર્વાણે વિરામ

શબ્દકોષમાં અર્થ જડે,

               જીવનનો અર્થ વદે તે ગીતા.

(inspired by Gunvant Shah’s book )

શમણું June 20, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 5 comments

 starsandmoon.jpg

 અડધી રાતે આંખ ઢળી’તી
               સપનામાં હું છળી પડી’તી.
સીડી લઇને નભે ચડી’તી,
               આભે એનું નામ લખતી’તી.
શ્વેત સુંવાળા વાદળ વચ્ચે તરતી’તી
               તારાઓના કાને જૈ કંઇ કહેતી’તી.
ચાંદને ખોળે બેસી હું શરમાઈ’તી,
              પ્રેમ અનુપમ પામીને હરખાઇ’તી.
અક્ષરોના હીરા હું ત્યાં જડતી’તી,
              શબ્દોની દીપમાળા જાણે ગૂંથતી’તી.
આરતી કરતાં શાને ધડકન વધતી’તી,
             આહ,પ્રભાત પડતાં આંખ  ખુલી’તી;
વ્યોમથી ભોમ પર વળી ચૂકી’તી,
             ફરી એક્વાર છળી પડી’તી…

મૌન-વ્રત June 17, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 4 comments

એકાણું વર્ષના પૂજ્ય બાને
એમની પચ્ચીસ લાખ બાણું હજાર પળોના મૌન-વ્રત પ્રસંગે સપ્રેમ….

મૌનના વનમાં તમે ઘણું તપ્યાં,
              હવે અમારા કોલાહલમાં પાછાં આવો;
મૌનના મેળામાં તમે ઘણું ફર્યા,
              હવે અમારા ટોળામાં પાછાં આવો..
છવ્વીસ લાખ પળોમાં તમે એકલાં જીવ્યાં,
              હવે અમને મનોબળના છાંટા આપો;
તમારા શબ્દો વિના અમે મૂંઝાયા,
              હવે મૌનના ગુંજારવને વાચા આપો..
તમારા અવાજ વિના અમે અટવાયા,
              હવે મૌનના તે વ્રતની આરતી ઉતારો;
સંયમની સિધ્ધિને તમે સાચે વર્યા,
           હવે અમારા પ્રણામ પ્રેમે સ્વીકારો., 
              હવે આશીર્વચનો બોલીને આપો…………………….

મનને કમાડે કોણ ? June 12, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 6 comments

 

મનને કમાડે ચોરી છૂપી,

            ધીમા ટકોરા કરે છે કોણ ?

કલમની કોરે નાજૂક ચાલી,

            શબ્દોના સાજ ધરે છે કોણ ?

વહેલી સવારે રચી કેડી,

            છાનો પગરવ કરે છે કોણ ?

કલાનો સર્જનહાર બનીને,

            કદમ સાથે માંડે છે કોણ ?

વળી આ બીજુ લળી લળી,

            સર્જનનો આનંદ અર્પે છે કોણ ?

કુદરતનો સદા સાથ. June 6, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 10 comments

એક રચના: ગદ્યાપદ્ય:   જુનૂં ઘર છોડતાં…..

કુદરતનો સદા સાથ.

સવાર પડી,મેં બારી ખોલી.
સૂરજ હસ્યો,બસ જાય છે હવે ?
હુંફાળા તેજથી ગાલ પંપાળી પૂછી લીધુ,
કાલે હું કોને સ્મિત આપીશ ?
આંખના ઝળઝળિયા કિરણોથી લૂછી કહ્યું;
જ્યાં જાય છે તુ,ત્યાં હું પણ આવીશ.
“હું તો તારી સાથે જ છું.”

બપોર પડી,મેં બારણાં ખોલ્યાં..
ફૂલો હસ્યા,વૃક્ષો ડોલ્યાં,
પાન શિર પર ખેરવી પૂછી લીધું,
બસ જાય છે હવે ?
કાલે અમે કોને સ્મિત આપીશું ?
આંખના ઝળઝળિયા ડાળીથી લૂછી કહ્યું;
જ્યાં જાય છે તુ,ત્યાં અમે પણ આવીશું.
“અમે તો તારી સાથે જ છીએ.”

સાંજ પડી, બારીમાં ચાંદ સિતારા ડોકાયા..
ટમટમ પ્રશ્નો પૂછી લીધા,બસ જાય છે હવે ?
કાલે ત્યાંથી અમને નીરખી  કોણ લખશે ?
આંખના ઝળઝળિયા ચાંદનીથી લૂછી કહ્યું;
જ્યાં જાય છે તુ,ત્યાં અમે પણ આવીશું.
“અમે તો તારી સાથે જ છીએ.”

રાત પડી,ઘરની દિવાલો ચૂઇ પડી..
બસ, છેલ્લી રાત ?, જાય છે હવે ?
ધારદાર પૂછી લીધુ,
કાલે કોને સુવાડીશું અમે ?
પ્રેમથી આંખના બિંદુ લૂછી કહ્યું,
જ્યાં જાય છે તુ, ત્યાં અમે  પણ હોઇશું જ.
“અમે તો તારી સાથે જ છીએ.

 છેલ્લી ક્ષણે.. સ્વજનો ટોળે વળ્યાં મનમાં.
ત્યાં આ અવાજ કોનો ?”
ભૂલીશ ના મને,શિવ છું હું.
શોધે છે કોને ? હજાર હાથ તો સાથે છે.”

 મન બોલ્યું,
ફરજો પ્રેમથી પૂર્ણ થઇ તારી,
સંસાર અસારની રીત સ્વીકારી,
હેતાળ કુદરતનો હાથ થામી,
વિશાલ આકાશને હૃદયે ભરી,
ચાલ નવી એક ભૂમિકા પર…..
અમે તો સદા સાથે જ છીએ…………

શિલ્પી June 1, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 5 comments

shilpi2.jpg 

તું  મારો  શિલ્પી  છે,

                ને  હું  તારો  પથ્થર;

દુ:ખોના તીણા ટાંકણ લઇ,

                કરી રહ્યો  છે  પ્રહાર.

સુખોની સહેજ મલાઇ લઇ,

               ઘડી રહ્યો છે આકાર.

કહે ને એક્વાર બસ,

               શું છે તારો વિચાર ?

ઘડતાં ઘડતાં ભેળવજે,

               ખુબ શક્તિનો સંચાર,

ટીપતાં ટીપતાં જોજે ક્યાંક,

                લાગે તને ન યાર !!

કે ઊંડે ઊંડે મારામાં પણ,

                તારો જ છે આવાસ….

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help