jump to navigation

કુદરતનો સદા સાથ. June 6, 2007

Posted by devikadhruva in : કાવ્યો , trackback

એક રચના: ગદ્યાપદ્ય:   જુનૂં ઘર છોડતાં…..

કુદરતનો સદા સાથ.

સવાર પડી,મેં બારી ખોલી.
સૂરજ હસ્યો,બસ જાય છે હવે ?
હુંફાળા તેજથી ગાલ પંપાળી પૂછી લીધુ,
કાલે હું કોને સ્મિત આપીશ ?
આંખના ઝળઝળિયા કિરણોથી લૂછી કહ્યું;
જ્યાં જાય છે તુ,ત્યાં હું પણ આવીશ.
“હું તો તારી સાથે જ છું.”

બપોર પડી,મેં બારણાં ખોલ્યાં..
ફૂલો હસ્યા,વૃક્ષો ડોલ્યાં,
પાન શિર પર ખેરવી પૂછી લીધું,
બસ જાય છે હવે ?
કાલે અમે કોને સ્મિત આપીશું ?
આંખના ઝળઝળિયા ડાળીથી લૂછી કહ્યું;
જ્યાં જાય છે તુ,ત્યાં અમે પણ આવીશું.
“અમે તો તારી સાથે જ છીએ.”

સાંજ પડી, બારીમાં ચાંદ સિતારા ડોકાયા..
ટમટમ પ્રશ્નો પૂછી લીધા,બસ જાય છે હવે ?
કાલે ત્યાંથી અમને નીરખી  કોણ લખશે ?
આંખના ઝળઝળિયા ચાંદનીથી લૂછી કહ્યું;
જ્યાં જાય છે તુ,ત્યાં અમે પણ આવીશું.
“અમે તો તારી સાથે જ છીએ.”

રાત પડી,ઘરની દિવાલો ચૂઇ પડી..
બસ, છેલ્લી રાત ?, જાય છે હવે ?
ધારદાર પૂછી લીધુ,
કાલે કોને સુવાડીશું અમે ?
પ્રેમથી આંખના બિંદુ લૂછી કહ્યું,
જ્યાં જાય છે તુ, ત્યાં અમે  પણ હોઇશું જ.
“અમે તો તારી સાથે જ છીએ.

 છેલ્લી ક્ષણે.. સ્વજનો ટોળે વળ્યાં મનમાં.
ત્યાં આ અવાજ કોનો ?”
ભૂલીશ ના મને,શિવ છું હું.
શોધે છે કોને ? હજાર હાથ તો સાથે છે.”

 મન બોલ્યું,
ફરજો પ્રેમથી પૂર્ણ થઇ તારી,
સંસાર અસારની રીત સ્વીકારી,
હેતાળ કુદરતનો હાથ થામી,
વિશાલ આકાશને હૃદયે ભરી,
ચાલ નવી એક ભૂમિકા પર…..
અમે તો સદા સાથે જ છીએ…………

Comments»

1. - June 6, 2007

છેલ્લી ક્ષણે.. સ્વજનો ટોળે વળ્યાં મનમાં.
ત્યાં આ અવાજ કોનો ?”
ભૂલીશ ના મને,શિવ છું હું.
શોધે છે કોને ? હજાર હાથ તો સાથે છે.” Sundar

જીવ ત્યાં શીવ..શ્વાસમાં- ઉચ્છવાસમાં જે નિરંતર છે..

2. - June 6, 2007

Very Nice… Compromise!
That is why it is always said, “Live in the present!”

3. - June 7, 2007

ઇશ્વર તો સદા સાથે જ હોય છે.. બસ ફીલ કરવાની જરૂર છે… આપણે આ ફીલ ક્રરવાનું છોડી દીધું છે …

4. - June 7, 2007

ખુબ સુંદર કાવ્ય… 🙂

5. - June 7, 2007

Very nice one!

6. - June 7, 2007

It Reminds me of one Dialogue from movie”Roti,kapda,Makan”
Suno,”Saath Na de koi ,Chalna muze aata hai,
Har aag se Wakif hun,Jalna Muze Aata hai.”

7. - June 7, 2007

Khub J Saras..Dil ne touch kari gau….

8. - June 8, 2007

KALPANARAMYA

9. - June 18, 2007

No Comment, I have no word for that

10. - July 23, 2007

Very Good


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.