jump to navigation

નાગર ન્યારી May 29, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 8 comments

nagar.jpg 

 નાગરી ન્યાતની વાત છે ન્યારી,
             નરસિઁહ મહેતાની એ પ્યારી પ્યારી,
વાણી છે જેની મીઠી ઠગારી, 
             ને નારી છે જેની સૌથી રુપાળી.
ખાટ ને પાન હર ઘરની કહાની,
             ચાંદીની કોઠીમાં સજાવટ છે એલચી,
નાણાવટી,કચ્છી,દીક્ષિત કે બક્ષી,
             નોખી છે સૌની  વાણીમાં શુદ્ધિ.
કંથારિયા,જોશીપુરા ખારોડ કે પારઘી,
             ભાષાનો અલંકાર અતિશયોક્તિ !!
માંકડ,મચ્છર ઘોડા ને  હાથી,
             અટકમાં પ્રાણીની આ છે નીશાની.
લવિંગીયા, દીવેટીઆ બુચ વછરાજાની,
             અરે મહેતા,મજ્મુદાર મેઢ કે મુનશી,
ભુલશો ના કોઇ આ ધ્રુવની કહાની,
             કે નવલી આપણી વાત છે ગરવી.
શક્રાદે,મહિમન ને હાટકેશની પુજારી,
             એવી છે આપણી વાત અમોલી,
નાગરી ન્યાતની વાત અનેરી, 
             નાગરી ન્યાતની વાત છે ન્યારી……

ખબર નથી May 25, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 4 comments

 khabarnathi.jpg

 ક્વચિત લખુ છું પ્રસંગે પ્રસંગે,
                 પણ લખુ છું શું….. ખબર નથી.
કાગળના મંચ પર કલમ નાચે છે,
                 પણ તાલ શું, લય શું…..ખબર નથી.
લાગણીઓ સાકાર બને શબ્દરૂપે,
                 પણ પ્રાસ શું,કવિતા શું …..ખબર નથી.
સમય સરે છે,મોડ બદલે છે,
                 યુવાની ક્યારે પ્રૌઢ બને છે…..ખબર નથી.
યુગો વીતે છે યાંત્રિક્તા વધે છે,
                 પણ હ્રદય એનું એ જ કેમ…..ખબર નથી.
આંકડા અને અક્ષરોની વચ્ચે  જિંદગી સરે છે,
                  કેવી રીતે અને કેવી…..ખબર નથી.
વનની મધ્યે ઊભી છું નિવ્રુત્ત-પ્રવ્રુત્તિમાં પરોવાઈ છું,
                  ક્યારે ક્યાં વિરમીશ…..ખબર નથી…

ગઝલકાર આદિલભાઇ મનસુરીને…. May 18, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 2 comments

ગઝલ-સમ્રાટના શુભ જન્મદિને

         ઉર્મિઓ પ્રગ્ટે છે શબ્દાકારે;

કસબી ગઝલના આદિલજીને

        શુભેચ્છાઓ દે છે દિલની આજે.

સુગંધ શ્વાસમાં લઇ ફરે નગરને

       શબ્દ મૌનની ધુમ મચાવે;

ધૂળ માથે લઇ ફરે વતનને

        પૂર્વથી પશ્ચિમ સિધ્ધિ લહેરાવે.

અનોખા અગ્રણી આ ગઝલકારને,

    શુભેચ્છાઓ ફરી ફરી વંદન સાથે.

———————————————————————

  છ્ન્નુની સાલમાં આદિલભાઇના સાઠમાં જન્મદિને સુરેશ દલાલે લખેલા શબ્દો ટાંકીને વિરમીશ.

“આદિલની ગઝલના રેશમી પોત પર કલ્પનનુ બારીક નક્શીકામ છે.એમની ગઝલોમાં શબ્દ-રમત કે કરામત નથી.આદિલને વાંચો તો તમે સુખથી બેચેન થઇ શકો અને ચેનથી દુ:ખી થઇ શકો.આદિલ જેવો ગઝલકાર વરસે બે વરસે નહિ પણ પચીસ પચાસ વરસે મળે તો મળે.”

બાજીગરનો ખેલ May 17, 2007

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

 twohands1.jpg

 પાં…ચ  તત્વોનાં  રચ્યાં
          મારા રામે કેવાં માનવ રે,
કાયા કામણગારી સજીને
           માયા કેરાં મિલન રે…..  પાં..ચ તત્વોનાં  રચ્યાં
જનમ-જનમના જીવો ક્યાંથી
          જગમાં આવી ભળતા;
વિસ્મયનો  સંસાર  રચીને
         અલોપ પણ એ થાતા રે…પાં..ચ તત્વોનાં રચ્યાં
અલકમલકની વાતો  વેરી
          સુખ-દુઃખને એ ગાતા;
કઠપુતળીના ખેલ સમા સૌ
બાજીગરના ખેલ સમા સૌ
          પડદો પડે વિરમતા રે….પાં..ચ તત્વોનાં રચ્યાં

સમય May 13, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 5 comments

clock.jpg 

  

સમયના સામર્થ્યની વાત સહજ નથી
સમય ઘડિયાળના ફરતા કાંટા નથી
સમય વીતીને કદી પાછો વળતો નથી
કે ભાવિની વીતક કદી કહેતો નથી.
સમય તિથિ-વારમાં વહેંચાતો નથી
કે કોઇની મૂઠીમાં કદી બંધાતો નથી
સમય આંસુથી યે રોકાતો નથી
કે સ્મિતથી કદી છેતરાતો નથી.  

     નથી…,નથી…,નથી.નો આ સમય  શું છે ?

     સમય તો અનન્તની વિસ્મયલીલા છે.
     સમય અનાદિથી સરતી અવિરત ધારા છે.
     સમયને જાણવો અને જિરવવો જિગરનું કામ છે.
     સમય તો ક્ષણ ક્ષણની સમજ છે.
     સમય ઇશ્વરના સામર્થ્યનો અંશ છે…

—-inspired by Dhuni Mandaliya’s article SAMAY in Guj.Times dt.Jan a6 2004——– 

મનના મોર May 11, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 3 comments

 mr_peacock1.jpg

કોઈની સૂની ડાળ પર બોલે, 

            મોરલા મીઠા સાદે,

ધીરા પગલે સુણવા જઈએ,

            મનના કોડ કંઈ જાગે;

કોઈના સૂના બાગમાં મહેંકે,

            ફૂલની ફોરમ પમરે,

 હળવે હળવે માણવા જઈએ,

            હૈયે વસંત મહોરે.

કોઈના ઘેરા નેણમાં ઉગ્યાં,

            ભીના ભીના શમણાં,

 મેઘ-ધનુષી તુણવા જઈએ,

            પ્રેમ પટોળા નમણાં;

મારા ખાલી ઘરમાં ગુંજે,

            કાલની ભીડના સુરો,

 ખાટાં-મીઠાં ખોલી લઈએ,

            સ્મ્રુતિના સૌ પડળો.

મુક્ત બંધન May 8, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 3 comments

birds.jpg 

 ચકો લાવે ચોખાનો દાણો
            ને ચકી લાવે દાળનો;
ઘાસ-ફૂસ ને પીંછાનો
            સજે માળો સળીઓનો.
ઉપર આભ નીચે ધરતી
            વચ્ચે  ડાળ પર માળો;
ટાઢ-તાપ કે વરસાદ
            નહિ વિવાદ કે ફરિયાદ.
કુદરત અર્પે જ્યાં જે જ્યારે
            ઝિલે બન્ને પ્રેમની વેલે;
મુક્ત ઊડતા ગાયે ગાન
            સાંજ ઢળે માળે બંધાન.
સાત પગલાં આકાશમાં
            સાર્થક સળીના મહેલમાં !
મુક્તિના આ બંધનમાં ?!
             કે બંધનની આ મુક્તિમાં?!!!!!

જિંદગી May 6, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 2 comments

life.jpg 

ક્ષણે-ક્ષણને એકત્ર કરો તો
       ચિત્ર બને આ જિંદગી.
નવજાત બાલની પલ સ્મરો તો
      માસુમ ભેટ આ જિંદગી.
યુવાન વયને વાગોળો તો
      સ્વપ્નીલ લાગે જિંદગી.
વનની કેડીએ નજર કરો તો
     જેવી જુવો તે જિંદગી,
આથમણે શમણે પ્રશ્ન શમે
     જેવી જીવ્યા તે જિંદગી.

શબ્દોને પાલવડે May 5, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 8 comments

palavgreen12.gif 

ઘડીભર હું   સંતાઈ  ગઈ  છુ,
      અચાનક ક્યાંક ખોવાઈ ગઈ છું;
સમયના સન્નાટે અટવાઈ ગઈ છું,
      મારા જ ઘરમાં જાણે ભૂલી પડી છું….
અજનબીની આંખમાં ઢંકાઈ ગઈ છું,
      બેકદર નજરે નજરાઈ ગઈ છું;
ઝડપી ચક્ડોળે ક્ષણિક અટકી ગઈ છું,
      શ્રધ્ધાની વાટ છતાં સંકોરી રહી છું….
સંજોગના આસને જડાઇ ગઈ છું,
      સુષુપ્ત શક્તિને ઢંઢોળી રહી છું;
કોણ જાણે હું શું કરી રહી છું ?
      હાલ તો શબ્દોને પાલવડે વીંટળાઈ રહી છું…

વિશ્વશાંતિ May 3, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 6 comments

worldpeace2.jpg 

આતમે ઓઢેલ કાયાના વાઘામાં
             ઇશ્વરનો અંશ જરા સમજી તું લે

મનને વરેલા વિચારોનાં પિંછામાં
             ઉંચેરી આશા ઉમેરી તું લે

દિલને વીંટેલા આ માયાના વીંટામાં
             સાચુકડી પ્રીત જરા વણી તું લે

સર્વત્ર સળગેલા દુન્યવી તણખામાં
            સમજણની રોશની ફેલાવી તુ લે

જગતમાં જામેલા જુઠા સૌ વળગણમાં
            સર્જક્નું સત્ય હવે જાણી તું લે

અંતરમાં જાગેલાં વિશ્વનાં સપનામાં
            શાંતિનો  દીપ  પ્રગટાવી તું લે

કાળજડે કોરેલા થનગનતા કોડમાં
            પ્રભુ સંદેશ    હવે    પામી તું લે

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help