આકાશી સાંધ્યદીપ May 2, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so farગગનગોખમાં સાંજ ઢળે ઍક દીપ ધીરેથી પ્રગટે
અંધારી આલમ પર પ્રસરે ચાંદની એની રેલે;
વિધવિધ રૂપો નિત્યે વેરે સુદ-વદમાં એ ખેલે
પુનમ રાતે માઝા મુકે સાગરને છલકાવે;
ભરતી ટાણે મોજા છોળે પ્રેમી દિલ ઉછાળે,
બાલ હ્રદયને હઠ કરાવે હાથમાં ચાંદો માંગે; (more…)
ભિતરના ખજાના
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so far
મનની ભીતરમાં ભર્યા છે ખજાના
સાગર મહીં જેમ મોતીને હીરા
સાચાં કે ખોટા, સારા કે નરસા
કદી ન જાણે કોઇ મનની માળા
ડૂબકી મારી મારી મથે સૌ પલ પલ
જડે તો યે ફક્ત શંખોને છીપલાં (more…)
મને હું મળી. May 1, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 2 commentsનીરવ એકલતામાં મને હું મળી;
સઘળા સગપણથી વિખુટી,મને હું મળી.
કાગળ કલમને વરેલી,મને હું મળી;
માયાના મેળામાં ભૂલી પડેલી,મને હું મળી. (more…)
નિસર્ગ
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so farશબ્દોની પાંખે ઉડી આકાશ,
ડુંગરની કંદરામાં જાગી તલાશ.
ક્ષિતિજની કોરે રમી ક્ષણવાર,
સુરજની પાળે પહોંચી પળવાર.
વ્યોમ ને ભોમની મધ્યે અવકાશ,
વ્રુક્ષોના માળે મળી મોકળાશ.
હવાની લહેરખીમાં માણી મોકળાશ, (more…)
પૂરવનો જાદુગર April 29, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so farપૂરવનો જાદુગર આવે,
છાબ કિરણની વેરે;
હળવે હાથે ધીમુ સ્પર્શે,
પડદા પાંપણના ખોલે.
અંગ મરોડે કાલની વાતે,
આશ નવી કોઇ લાવે; (more…)