jump to navigation

નિસર્ગ May 1, 2007

Posted by devikadhruva in : કાવ્યો , trackback

nisarg.jpg

શબ્દોની પાંખે ઉડી આકાશ,
        ડુંગરની કંદરામાં જાગી તલાશ.
ક્ષિતિજની કોરે રમી ક્ષણવાર,

      સુરજની પાળે પહોંચી પળવાર.
વ્યોમ ને ભોમની મધ્યે અવકાશ,

      વ્રુક્ષોના માળે મળી મોકળાશ.
હવાની લહેરખીમાં માણી મોકળાશ,

      ક્યાંયે ના દીઠી જરાયે કચાશ.
ધરતીની ધારે ફરી એક્વાર,

     માટીની સોડમમાં કેવી મીઠાશ.
ઝાકળના બિંદુએ સ્પર્શી ભીનાશ,

      સાગરની લ્હેરોમાં સંગીતનો સાજ.
સાંજ કે સવાર, મધ્યાન્હ કે રાત,

      આંખ ખોલી કે કુદરતનો સાથ.
“ત્વમેવ સર્વમ”ની  ઝાંખી ચોપાસ,

       નિસર્ગને ખોળે થઈ દ્રષ્ટિ વિશાલ.

Comments»

1. - May 12, 2007

Very Nice Mummy. Keep up the good work. We are all enjoying with you.
Brindesh


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.