ફાગણના કામણ May 3, 2007
Posted by devikadhruva in : કાવ્યો , trackbackમનને આંગણ આવે ફાગણ,
રંગોના લઇ કામણ;
વસંત વીંઝણા ઢોળે નમણા,
મેઘધનુષી શમણાં.
ફુલની ફોરમ મહેંકે આંગણ,
ઢાળે ઘેરા સૌ નેણ;
વાંસળી વેરણ બનીને કારણ,
જગવે આશ-કિરણ.
હોળી ખેલે માનવ-મહેરામણ,
ઉમંગ લાવે ફાગણ;
ધક ધક ધડકે હ્ર્દય અજાણે,
પ્રેમના ઢાઈ વેણે……….
Comments»
Nice One.
ફૂલની ફોરમ લાવે ફાગણ
હૈયા ને હિંચોળે ફાગણ