jump to navigation

આકાશી સાંધ્યદીપ May 2, 2007

Posted by devikadhruva in : કાવ્યો , trackback

 moon1.jpg

ગગનગોખમાં સાંજ ઢળે ઍક દીપ ધીરેથી પ્રગટે

અંધારી આલમ પર પ્રસરે ચાંદની એની રેલે;

વિધવિધ રૂપો નિત્યે વેરે સુદ-વદમાં એ ખેલે

પુનમ રાતે માઝા મુકે સાગરને છલકાવે;

ભરતી ટાણે મોજા છોળે પ્રેમી દિલ ઉછાળે,

બાલ હ્રદયને હઠ કરાવે હાથમાં ચાંદો માંગે;

શોધકના વિસ્મયને નિમંત્રે દૂનિયા ખુદ દર્શાવે

સંતાકુકડી વાદળ વચ્ચે તરતા તરતા ખેલે;

રાત આખી મૌનપણે મીઠા હાલરડા ગાયે

ધીરે ધીરે વહેલી સવારે ક્ષિતિજે જઈ સરે

આકાશી દીપ ઢળે,સાંધ્યદીપ શમે.

Comments»

1. - May 4, 2007

Bahau Saras Chae.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.