jump to navigation

‘ધ’ની ધરતી August 29, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

  

ધોમધખતા ધૂપથી ધીખે,

          ધીમી ધીમી ધરા ધીખે,

ધક્ધક્તી ધમનીઓ ધડકે,

          ધન-ધાન્યની ધગશ ધરે,

ધૂપસળી-શી ધૂમ્રરેખે,

          ધૂન ધ્યેયની ધીરે ધીરે.

ધૂમધડાકે ધેનૂ ધ્રૂજે,

          ધસમસતી ધીરજથી ધારે,

ધરણીધરના ધાગે ધાગે,

          ધનંજયી ધ્વજ ધીમે ધીમે,

ધન્ય ધન્ય ધરતીને ધાબે,

          ધન્ય ધન્ય ધાતાને ધામે.

ધાતા=વિધાતા

શ્રાવણી રોશની August 16, 2008

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

      shravani-roshni.jpg  roshni2.jpg

નવજાત બાળ જોઉં ને ધક ધક, થાય હૈયે શુંશું લખુ;
માસુમ ચહેરો જોઉં ને થાય એકાએક  ઇશ્વર લખુ.

પ્રથમ રુદનનો સૂર સાંભળી વિસ્મયનો ભંડાર લખુ,
ઘેરી નિંદનું સ્મિત આહા, બ્રહ્માંડનો આવિષ્કાર લખુ.

નાજુક કોમળ સ્પર્શી હથેળી, નિયતિનો આકાર લખુ,
નિર્દોષ ઉઘડતા નેત્રો નીરખી,સપનાઓ સાકાર લખુ.

પદ્મશો પંપાળી અંગૂઠો, ઇશાનો અજબ ઉપહાર લખુ,
લાગણી બની ગોવાલણી  ર્હ્રદયે રચાતો રાસ લખુ.

મનને પકડી કલમમાં આજે, અશનિનો ચમકાર લખુ,  
દિલ નિચોવી સમંદર જેટલો પ્રેમ પારાવાર લખુ.

ઉગી સુરખી ભરી આંગણે એક એવી સવાર લખુ,
નવજાત શિશુ જોઇ જોઇ થાય હૈયાનો હાર લખુ.

વિશાલાકાશે ભરી રોશની,પરમેશ્વરને અહોભાવ લખુ,
અડગ અચલ ધ્રુવ-તારકોનો બસ, જયજયકાર લખુ…..

અશનિ=વિજળી

ખુશીની વેદના August 7, 2008

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

     gandhiji.jpg                     15aug.jpg

 “મેરે વતનકે લોગોં”ના સૂર ગૂંજ્યાં ફરી એક વાર આજે,
કુરબાની ને શહીદીના સ્મરણો સર્યાં ફરી એક વાર આજે.

રુધિરથી લથબથતી નવજવાનોની લાશો નજર સામે,
ને કદી ના રુઝાતા જખમ ઉપસ્યાં ફરી એક વાર આજે.

કેસરિયાં કરતી  વિરાંગનાના  શોણિતભીનાં  દિલ,
ને આઝાદીના ચૂકવેલાં મૂલ સાંભર્યાં ફરી એક વાર આજે.

કોઇના લાડકવાયાનાં બીડાતાં લોચનોની તસ્વીર,
ને કપાળે કંકુ લૂછાતા હાથ સ્મર્યાં ફરી એક વાર આજે.

એક્સઠ  વર્ષની સ્વતંત્રતાને, વીર ત્રીરંગી ઝંડો પૂછે,
‘શાંતિ ક્યાં?‘સવાલ સળગતા જાગ્યાં ફરી એક વાર આજે.

દેશી-વિદેશી દિલમાં વસતા ને વંચાતા ગાંધીજીએ,
આઝાદ દિને,સત્ય-અહિંસા યાદ કર્યા ફરી એક વાર આજે.

વિશ્વ-માનવી બનવા કાજે રહેજે લડતો સ્વયંની સાથે,
સંદેશ ઝંડા સાથે લઇને શૂરા નમ્યાં ફરી એક વાર આજે.

********************************************************************

ઓગષ્ટ મહિનાને અને ભારતની આઝાદીને ઘેરો સંબંધ છે.15મી ઓગષ્ટનો માહોલ હર હિંદુસ્તાનીના દિલમાં જાગ્યા વગર રહેતો નથી..ક્યારેક શૂરવીરોની અપાયેલ આહુતિ યાદ આવતા,સ્વાતંત્ર્યની ખુશીમાં વેદના ટપકે છે;તો ક્યારેક ગુલામીની જંજિરો પછી મળેલી સ્વતંત્રતા, વેદનામાં ખુશી રૂપે  નીતરી રહે છે. કદાચ 61 વર્ષ પછી પણ દ્વન્દ્વોભરી વર્તમાન પરિસ્થિતિ આવા મિશ્ર ભાવોનું પરિણામ હશે…  

2007ના ઓગષ્ટમાં જે કલમે  “વેદનાની ખુશી” વ્યક્ત કરી તે જ કલમ
2008ના ઓગષ્ટમાં આજે…… “ખુશીની વેદના” રૂપે પ્રગટ થઇ રહી છે……..
  

‘દ’ના દર્શન August 1, 2008

Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment

 
દુનિયાના દસ્તૂરને દફનાવી દો,  દુર્ભાગ્યની દાસ્તાનને દબાવી દો,
દઝાડતા દુર્વચનોને દેશવટો દઇ; દેવાલયના દીવાઓને દિપાવી દો..

 દોલતના દુ:,દરદને દફનાવી દો, દામના દસ્તાવેજને દબાવી દો,
દંભના દરેક દરવેશને દંડ દઇ;  દિલની દોલતને દિપાવી દો.

દાનવી દુર્મતિને દફનાવી દો,  દૈત્યોના દાવાનળને દબાવી દો,
દુ:ખની દવા દાડાની દુવા દઇ ,દૈવના દમામને દિપાવી દો.

દુષ્પ્રાપ્યની દોટને દફનાવી દો, દુર્બુધ્ધિની દખલને દબાવી દો,
દંશતા દરને દક્ષતાથી દાટી દઇ; દ્રષ્ટિની દીર્ઘતાને દિપાવી દો..

દગાબાજીના દળને દફનાવી દો,  દુર્વ્યસનના દમનને દબાવી દો,
દુશ્મનની દિવાલોને દિશા દઇ, દોસ્તીના દર્શનથી દિપાવી દો.

 દુ:સ્વપ્નના દુહાને દફનાવી દો, દાહક દિલાસાઓને દબાવી દો,
દીન દુ:ખીને દયાના દાન દઇ; દેવીના દામનને દિપાવી દો..

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help