jump to navigation

તડપ November 29, 2007

Posted by devikadhruva in : કાવ્યો , trackback

દરિયાને લાગી તરસ !

એને મીઠા  બિંદુની તલાશ;

આભલાને લાગી ઓછપ,

એને ધરતીના ટુકડાની આશ,

તારલાને લાગી ઝાંખપ,

એ તો કોડિયાનો ઝંખે પ્રકાશ;

માનવીના મનને અજંપ,

જાણે પંખીની પાંખની કચાશ.

Comments»

1. devikadhruva - November 29, 2007

જે નથી તેની તડપ…. અને જે છે તેની ઓછપ….ની આ એક અભિવ્યક્તિ..

2. Vijay Shah - December 5, 2007

મને સુઝ્યુ

એની ઝંખના એક પંખીની એક જાત

3. devika - December 8, 2007

મિત્રો અને શુભેચ્છકોના અમૂલ્ય પ્રતિભાવો ::::

Pankaj Oza |

After long time. I got you. Very Nice. Keep your self Continue.

Dec 5, 8:03 PM — — તડપ

K. Mehta |
Very Nice Creation, once again!
You have increased our “Taras”
for more! Continue..!

Dec 2, 10:47 PM —

shamili |
Khub sundar !

Nov 30, 2:12 PM — — તડપ

વિશ્વદીપ બારડ |

સુંદર રચના

Nov 30, 11:29 AM — તડપ

sush |

Khubaj Sundar.Wah “Dariya ne chhe ek Bindu ni tadap….”

Nov 30, 5:29 AM — તડપ

shivshiva | kadakia_neela

ઓછપની સાચી તડપ હશે તો માનવીને આગળ વધશે.

Nov 30, 4:04 AM — તડપ

shivshiva | kadakia_neela

અસહ્ય સત્ય છે.

RAJNI PARIKH |

very good verey appropreate

Nov 30, 1:53 AM — — તડપ

chetu | chetnashah5

દરેક વ્યક્તિ ને કઇક તો અધૂરુ લાગે જ …પણ બધા ને બધુ નથી મળતુ… આ સત્ય જાણ્વા છતા આપણે આ અપેક્ષા ની પાછ્ળ દૉડીએ છીએ..કે આજે મળે – કાલે મળે.. અને ના મળે એટ્લે દુ:ખી થાઇએ..!

Nov 29, 8:06 PM — તડપ


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.