jump to navigation

રક્ષાબંધન August 28, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 12 comments

raksha.gif


હ્ર્દયની રચના,


કલ્પનાની બહેના,

શબ્દોનો ભ્રાતા,

ભાવોની રક્ષા,

લાગણીના તાર,

કાવ્યોના    હાર….

ત્વમેવ સર્વમ August 22, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 15 comments

એક ગદ્યાપદ્ય :

ત્વમેવ સર્વમ્     
god.jpg   
               

તું  અપરોક્ષ પણે  નિશદિન સર્વત્ર સ્પર્શે છે,

તું જ અદ્રશ્ય રહીને પણ સર્વત્ર દ્રષ્ટિમાન છે,

સૂરજ- ચાંદ -સિતારા નીકળે  છે ક્યાંથી ?

તારા જ રૂપના એ પર્યાય છે;

ક્ષણેક્ષણને એક્ઠી કરી યુગ રચે છે કોણ ?

તારા જ આકારનો એ આવિષ્કાર છે;

ઋતુઓ અને રંગો વિધવિધ બદલે છે કોણ ?

તારી જ પીંછીની એ કરામત છે;

વસંત પાનખરની રમત રમે છે કોણ ?

તારી જ આકૃતિની એ કલા છે;

જીવન-મૃત્યુની દોર,અરે એની વચ્ચેના

જીવન પટને વહાવે છે કોણ ?

તારી જ જાદુગરીનો આ ખેલ છે,

કઠપૂતળીઓ બનાવી સૌને નચાવે છે કોણ ?

તારા જ દિગ્દર્શનની આ સજાવટ છે ;

ભવ્ય રંગમંચના રચનારા એક સવાલ તને….

નેપથ્યમાંથી બહાર આવશે કદી ?

” અહમ્ અસ્મિ ” કહી દર્શન દેશે કદી ?

વેદનાની ખુશી August 15, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 26 comments

 flag.jpg

gandhi.jpg 

 બાંસુરી વાગે સૂરીલી ત્યારે,

         જ્યારે છેદ કાયામાં વાગે;

 રુદન  સાંભળે બાળનું ત્યારે,
 
         જ્યારે માત પ્રસવે પીડે;

ગગન વરસે નેહથી ત્યારે,

          જ્યારે ધરા તપે ને ત્રાસે;

 પથ્થર બને મૂરતી ત્યારે,

         જ્યારે શીલ્પી ટીપે ને ટાંકે.

શક્તિ બક્ષે પ્રભુજી ત્યારે,

          જ્યારે ઘાવ હ્ર્દયે લાગે;

ત્રીરંગી ઝંડા લ્હેરે ત્યારે

            જ્યારે શૂરા શહીદી વ્હોરે.

દ્રષ્ટિ અને સૃષ્ટિ August 8, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 11 comments

eyes1.jpg                 nature_mountains.jpg

  દ્રષ્ટિ ને સૃષ્ટિ બે સખી અનોખી,

          સૃષ્ટિ રંગીલી ને દ્રષ્ટિ નિરાળી,

વીણો તો મોતી દે સૃષ્ટિ સુહાની,

          પામો સૌ શૂન્ય જો દ્રષ્ટિ બીડેલી.

સૃષ્ટિ છે સૌની જાણે કે આરસી,

          દ્રષ્ટિ છે સૌની મનની અગાશી,

માણી શકો જો સૃષ્ટિ આ રૂપાળી,

          જાણી શકો જો દ્રષ્ટિ ના મીંચેલી.

સૃષ્ટિની કાયામાં પરવત ને ધરતી,

          દ્રષ્ટિની માયામાં વિધવિધ મૂરતી.

પ્રભુની રચના અદભૂત આ સૃષ્ટિ,

          ને તેની જ કૃતિ માનવની દ્રષ્ટિ,

બંનેની તોયે સ્થિતિ કેમ નીરાળી ?

          કહો કોણ ચડિયાતી એણે આલેખી ?

જેવી હો દ્રષ્ટિ, દીસે તેવી સૃષ્ટિ,

          વિશાળ સૃષ્ટિ સમી કાં ના  દ્રષ્ટિ ?!!!

ભીતર ઉત્તર August 1, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 11 comments

 innerpeace.jpg

  પ્રશ્ન પૂછ્યો પ્રીતને, ક્યાં છે તું, કોને ખબર ?
 
         ઉત્તર મળ્યો,”નથી ક્યાંય,પણ છું તારી ભીતર”

 પ્રશ્ન પૂછ્યો ઈશને, ક્યાં છે તું, કોને ખબર ?
 
         ઉત્તર મળ્યો,”નથી ક્યાંય,પણ છું તારી ભીતર.”

પ્રશ્ન પૂછ્યો જીવને, ક્યાં છે તું, કોને ખબર ? 

         ઉત્તર મળ્યો,”નથી ક્યાંય,પણ છું તારી ભીતર.”

 પ્રશ્ન પૂછ્યો શાંતિને, ક્યાં છે તું, કોને ખબર ?

          ઉત્તર મળ્યો,”નથી ક્યાંય,પણ છું તારી ભીતર.”

 પ્રભુ,પ્રીતિ,જીવ,ને શાંતિ, સર્વ છે સૌની અંદર,

         શાને મનવા દોડે ભૂલી, સત્ય સદા સદંતર….
           

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.