jump to navigation

ત્વમેવ સર્વમ August 22, 2007

Posted by devikadhruva in : કાવ્યો , trackback

એક ગદ્યાપદ્ય :

ત્વમેવ સર્વમ્     
god.jpg   
               

તું  અપરોક્ષ પણે  નિશદિન સર્વત્ર સ્પર્શે છે,

તું જ અદ્રશ્ય રહીને પણ સર્વત્ર દ્રષ્ટિમાન છે,

સૂરજ- ચાંદ -સિતારા નીકળે  છે ક્યાંથી ?

તારા જ રૂપના એ પર્યાય છે;

ક્ષણેક્ષણને એક્ઠી કરી યુગ રચે છે કોણ ?

તારા જ આકારનો એ આવિષ્કાર છે;

ઋતુઓ અને રંગો વિધવિધ બદલે છે કોણ ?

તારી જ પીંછીની એ કરામત છે;

વસંત પાનખરની રમત રમે છે કોણ ?

તારી જ આકૃતિની એ કલા છે;

જીવન-મૃત્યુની દોર,અરે એની વચ્ચેના

જીવન પટને વહાવે છે કોણ ?

તારી જ જાદુગરીનો આ ખેલ છે,

કઠપૂતળીઓ બનાવી સૌને નચાવે છે કોણ ?

તારા જ દિગ્દર્શનની આ સજાવટ છે ;

ભવ્ય રંગમંચના રચનારા એક સવાલ તને….

નેપથ્યમાંથી બહાર આવશે કદી ?

” અહમ્ અસ્મિ ” કહી દર્શન દેશે કદી ?

Comments»

1. - August 22, 2007

ઈશ્વર ને સંબોધાયેલું સરસ કાવ્ય…

અને આ બધી માયાની રચના એ શું એના દર્શન નથી !!!

2. - August 22, 2007

“આત્મા-પરમાત્મા” પછી એને શોધવા ક્યાં જવા? મળે છે રોજ માત્ર આપણી નરી આંખ ઓળખી નથી શક્તી!!
ઈશ્વર વ્યાપક છે તેની અનુભૂતીની સુંદર રચના!

3. - August 22, 2007

He is everywhere. He is in everyone. In different stages of life, he can be found in different relations. Isn’t it true?

Nice poem!

4. - August 22, 2007

અનુભવ તો નથી, પરંતુ વાંચ્યું છે કે, જ્યારે આ તડપ એટલી તીવ્ર બને કે ક્યાંય બીજું કશું ના જણાય, ત્યારે એ નેપથ્યમાંથી બહાર આવે છે.

5. - August 22, 2007

સુંદર

6. - August 23, 2007

Hmm….Kavyama hun Vaheti gai bus vaheti rahi…

7. - August 23, 2007

પ્રભુ પ્રત્યેની અસ્મિતા ખૂબ સારી લાગી.
ખૂબ સુંદર શબ્દો સાથે લાગણીઓ પ્રગટ કરી છે આપે.
સરસ

8. - August 23, 2007

Fine expression of God’s presence in this world.
We may not see him as a person like you and me,
but He gives all the evidences of his existence in
our daily life. He is giving you inspiration to write
and create so many fine poems, isn’t it?
God Bless You!

9. - August 24, 2007

adbhut
aatli sundar kavrachna nastik ne pan astik banavi muke evi chhe

10. - August 25, 2007

darshan leva mate tadap joiye. tyare chokkas male chhe
very good

11. - August 26, 2007

wow great devotion to real devine power….. veri nice and simple words… like it

12. - August 27, 2007

Flowers of words in the feet of GOD,

twamav sarvam mama deva deva.

Too Good

13. - August 27, 2007

સુંદર રચના

14. - August 28, 2007

Very Gooood!!!!

15. - August 29, 2007

su vat che. khub saras maza aavi gai


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.