કાવ્યપઠન– મારું અમદાવાદ ખોવાયું, February 4, 2010
Posted by devikadhruva in : કાવ્યપઠન , add a commentકાવ્યપઠન– મારું અમદાવાદ ખોવાયું,
મારા અવાજમાં ::
http://www.youtube.com/watch?v=Pn6UjJ0WUIc
મારું અમદાવાદ ખોવાયું,
વતન-પ્રેમી મન બોલી ઉઠ્યું;
પેલું શાંત નગર ક્યાં ગયું ?
મારું અમદાવાદ ખોવાયું…………
http://www.youtube.com/watch?v=Pn6UjJ0WUIc
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,-કાવ્યપઠન January 14, 2010
Posted by devikadhruva in : કાવ્યપઠન , add a commentકાવ્યપઠનઃ — મારા અવાજમાં–
http://www.youtube.com/watch?v=kfYF3xkdSvk&feature=related
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના;
નથી હું મીરાં કે નથી કોઇ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં…..
http://www.youtube.com/watch?v=kfYF3xkdSvk&feature=related
“શબ્દોને પાલવડે” ને મળતા શુભાશિષ- December 16, 2009
Posted by vijayshah in : Uncategorized , 5 comments
“શબ્દોને પાલવડે” ને મળતા શુભાશિષ- ગુજરાત વિદ્યાપીઠનાં ચાન્સેલર શ્રી નારાયણ દેસાઇ
પગલાં October 26, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farInspirational famous poem “footprints in the sand” પર આધારિત રચના …
વિશ્વાસ હતો ને હતી એક ખુમારી;
સાથે હતો ઇશ ને, કેડી યે સહેલી.
લીલાંછમ રસ્તા ને ઝુમતાં’તા વૃક્ષો,.
હવા યે શીતલ ને ઝુલતાં’તા ફૂલો.
અણજાણે જોશે ગતિ તેજ થાતી,
ના જાણે ક્યાં છેક મુજને લઇ જાતી.
વસ્તીથી દૂર એક સંધ્યાને ટાણે,
પહોંચાડી સૂક્કા રેતાળ રાહે…..
રળિયામણો પંથ ભેંકાર લાગ્યો.
એને વિસરતા વિકટ માર્ગ લાગ્યો.
પાછું વળી જોયું, કેવુ આ દ્રશ્ય !,
મારાં જ પગલાં બે ? એના અદ્રશ્ય !!
શંકા-કુશંકાથી આંસુ બે ટપક્યાં,
પ્રશ્નો ભીતરથી લાખો કૈં ઉમટ્યા.
ત્યાં આકાશવાણીના પડઘા સંભળાયા;
આકાશવાણીના પડઘા સંભળાયા………
દૂર દૂરથી ગેબી અવાજ કાને
“એ પગલાં છે મારાં ડરે તું શાને ?…
નીડર બનીને ડગલાં તું ભરજે,
શંકા નહિ પણ શ્રધ્ધા તું રાખજે.
એ હું જ છું ને તુજ સાથ છું હું,
એ હું જ છું ને તુજ સાથ છું હું.
તને ઝિલીને આગળ વધુ છું.. !!
ઉંચકીને હળવેથી પગલાં ભરું છું……”
દિલનો દીવો October 11, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a commentનવરાત્રી અને દિવાળી હવે યંત્રવત વાર્ષિક ઘરેડ બની ગઇ છે,સંવેદના-શૂન્ય બની ગઇ છે.એનો અસલ રંગ અને ઉમંગ “શેરીના ગરબા”ની જેમ અદ્રશ્ય થઇ ગયો છે,ત્યારે આ પર્વની ઉજવણીને એક નવો ,સાચો ઓપ આપવાનો વિચાર જાગ્યો…જે સસ્નેહ પ્રસ્તૂત….
********************* ******************** ******************
સુવિચારોની આચરણ-પૂજા એટલે ધનતેરશની પૂજા,
મનમંદિરની સફાઇ એટલે કાળીચૌદશ,
દિલના દીવડાની હારમાળા એટલે દિવાળી.
આશાઓનો અભિગમ એટલે નૂતન વર્ષ,
સંબંધોમા સાતત્ય તે જ ભાઇબીજ,
સત્ય અને સ્મિતનું વર્તુળ એટલે ગરબા,
અમી અને આદરના દાંડિયાથી થાય તે રાસ.
અંતરના અજવાળા એટલે આરતી,
હ્રદયનો ભાવ તે જ પૂજાપો,
ભીતરથી પ્રભુનો આભાર તે જ પ્રાર્થના….
ચાલો, ઉરના આંગણે ,
સમજણના સાથિયા પૂરીએ.
એકાંતની કુંજમાં, શાંત,
પ્રસન્ન સાન્નિધ્ય માણીએ,
નિર્મલ આનંદનો ઓચ્છવ ઉજવીએ,
સાચા નૂતન વર્ષ મુબારક હો……………………
મુક્તક October 4, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a comment
લગ્નની ચોરીમાં એકમેકના હાથ મળ્યાં,
લો,ગણિતના દાખલા સૌ ખોટા પડ્યાં !
એક વત્તા એક બરાબર બે નહિ,
જીવનમાં તો એક જ, રોજના પાઠ મળ્યાં….
ઝલક September 28, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a commentશ્રી સુરેશભાઇ દલાલની “પ્રાર્થના ” પર અંશતઃ આધારિત પદ્ય રચના — —
પહાડની જેમ જે ઊભા’તા પડખે,
એ તો રેતી થઇ વેરાયાં વચ્ચે,
ઘૂમ્યાં જે વર્તુળની ધારે-કિનારે,
એ તો કેન્દ્ર વિનાના હતાં ત્યારે;
માણ્યાં જે લીલાંછમ ડાળે ને પાને,
એ તો પુષ્પ વિનાના હતાં ત્યારે.
અંધકારને ઓળખ્યો કાળો મધદરિયે,
ત્યાં તેજના વલય દીધાં શબ્દે,
ઝલક દીધી એક એવી તે મધ્યે,
ને સગપણ બંધાયાં સાચે રસ્તે,
ઉજાસ પથરાયો અંતરને કોડિયે,
જેમ શબરીને રામ મળ્યાં વગડે..
કુદરત September 21, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a commentધરતી લીલી સાહેલી ને સૂરજ તો જગ સાજન,
કોમળ કૂણો તડકો વીંટે અંગ અંગ મનભાવન..
નૂતન ફૂટતી કળીઓ આણે મનમાં થનગન ફાગણ,
વાયુ લાવે સંદેશાઓ વાદળ જાણે વ્હાલમ..
ઉંચા અદકા પરવત ભરતા ચિંતનની કો’ ગાગર,
તળિયે ખળખળ વ્હેતા ઝરણાં લાગે પગના ઝાંઝર..
નીર નદીના નિર્મલ રાખે અંતરતલને પાવન,
પંખી મધુરા ગીતો ગાતાં તરુવર જાણે પાગલ..
તેજ સમેટી સૂર્ય સૂવાડે દઈને શ્યામલ ચાદર,
પરમ શાંતિ શિર પર જ્યારે ટમકે ટમટમ તારક..
ચાંદ રેશમી રાતની સાથે કરતો સરતા કામણ,
આભ ઝળુંબી ચૂમે ધરાને, દરપણ જાણે સાગર..
મૌન કુદરત કહે શબદને મને હવે તું સાંભળ,
રૌદ્ર-રમ્ય, કરાલ કોમલ, જીરવ યુગયુગ માનવ..
લેખિની September 8, 2009
Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , add a commentમનના કાગળ પર
આડીઅવળી લીટીઓ સમ,
વિચારો વેરાય,
પ્રતિક્ષણ….
વીણતા વીણતા
વિખેરાઇ જાય,
પ્રતિપળ……..
ગોઠવવા જતાં
હાથ થંભી જાય,
ઘડીભર……
ખસેડી જરા
આંખ મીંચાય,
આવી છાનીછપની,
તત્ક્ષણ…….
લેખિનીદેવી ( ! ! ),
કૈંક કૈંક
સજાવી જાય,
હસ્ત પર……
છેલછોગાળો August 26, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a commentશ્રાવણનો આ સરતો મહિનો, પણ ક્યાં છે સૌનો કાનો,
ગોતી ગોતી થાકી આંખો, નથી દેખાતો યમૂનાનો કાંઠો….
વસુદેવ ને દેવકી લઇને આવે જેલની યાદો,
નંદ-જશોદા બાંધી બેઠા ક્યારનો મનમાં માળો,
શોધી શોધી થાકી આંખો, નથી દેખાતી ગોકુળની ગાયો…..
લાગણીઓ તો લળી લળીને રમતી કેવા રાસો,
ઉજાગરાએ માંડ્યો હવે, આ રાતનો અહીં વાસો,
ગોતી ગોતી થાકી આંખો, નથી દેખાતો મન્મંદિરનો માધો……
ખોટી મટકી,માખણ લઇને, ગોરસ વહેંચુ ઘાટો,
નીકળ હવે તો બહાર છબીની, તોડ પીડાની વાડો,
શોધી શોધી થાકી આંખો, નથી દેખાતો જશોદાનો જાયો….
ખુબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,
છાને પગલે આવી આવી, સ્પર્શી લે સ્નેહથી વાંસો,
ગોતી ગોતી થાકી આંખો, નથી દેખાતો વ્રજનો વ્હાલો;
શ્રાવણનો આ સરતો દા’ડો, પણ ક્યાં છે સૌનો કાનો,
શોધી શોધી થાકી આંખો, નથી દેખાતો છેલછોગાળો………