ઝલક September 28, 2009
Posted by devikadhruva in : સ્વરચના , trackback
શ્રી સુરેશભાઇ દલાલની “પ્રાર્થના ” પર અંશતઃ આધારિત પદ્ય રચના — —
પહાડની જેમ જે ઊભા’તા પડખે,
એ તો રેતી થઇ વેરાયાં વચ્ચે,
ઘૂમ્યાં જે વર્તુળની ધારે-કિનારે,
એ તો કેન્દ્ર વિનાના હતાં ત્યારે;
માણ્યાં જે લીલાંછમ ડાળે ને પાને,
એ તો પુષ્પ વિનાના હતાં ત્યારે.
અંધકારને ઓળખ્યો કાળો મધદરિયે,
ત્યાં તેજના વલય દીધાં શબ્દે,
ઝલક દીધી એક એવી તે મધ્યે,
ને સગપણ બંધાયાં સાચે રસ્તે,
ઉજાસ પથરાયો અંતરને કોડિયે,
જેમ શબરીને રામ મળ્યાં વગડે..
Comments»
no comments yet - be the first?