સંવેદના… March 12, 2012
Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , 1 comment so farખાલી ખાલી March 6, 2012
Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a commentખોવાઇ જવાયું.. March 1, 2012
Posted by devikadhruva in : મુક્તકો/શેર , 1 comment so farએકાંતી મોતી February 27, 2012
Posted by devikadhruva in : સ્વરચના , add a comment”સબરસગુજરાતી” પર યોજાયેલ ‘એકાંત’ વિષયક સ્પર્ધામાં નોંધપાત્ર રચનાઓમાં પ્રથમ સ્થાન પામેલ આ “એકાંતી મોતી”…..
એકાંતી મોતી અમે વીણવાને બેઠા, ત્યાં વળગીને આવી આ અમોલી વાત.
સદીઓથી સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!
કોઇ કહે એકાંત મુજને છે વહાલું,
ને કોઇ કહે એકાંત લાગે અકારું;
ખુદને ડુબાડી ભીતરમાં જઇ જોઇ,
મોંઘી ત્યાં જોડી જીવ-શિવની નોખી.
નીરવ વનમાં કોયલના ટહુકા- શી મૌનના કો’ ગેબી આ પડઘાની વાત,
એકાંતે સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!
ધરતીને ઓઢાડી,સૂવાડી ડૂબે,
પેલો સૂરજ પણ એકાંતી દરિયે;
નીરખે બંધ આંખે ને ઊંડે જઇ ભરે,
અજવાળા લાવી ને દુનિયા પર વેરે.
વાલિયા લૂંટારાની કાયાપલટ કરે, એકાંતી એવી આ વાલ્મીકિ ભાત!!
સદીઓથી સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!
શબ્દોને પાર, દૂર મૌનને આવાસ,
ક્ષણ સંભળાય ઉર એકાંતી નાદ;
અદ્વૈત આનંદ ને ઉજ્જવલ ઉજાસ,
બસ આરપાર રોમ ઓમ શાંત..
“અહમ્ બ્રહ્માસ્મિ” ને “સોહમ્”ના તારની અદ્ભૂત સરગમ દે અનંતનું ગાન,
એકાંતે સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!
સફળ લાગે છે તું… February 15, 2012
Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a commentજીંદગી જાદુગરનો ખેલ છે…. February 10, 2012
Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , add a commentનથી છતાં તું છે અહીં….. February 5, 2012
Posted by devikadhruva in : ગઝલ , add a commentકમાલ છે…. January 13, 2012
Posted by devikadhruva in : ગઝલ , add a commentન જવાબ છે, ન સવાલ છે,
ન પૂછો કશું, શી કમાલ છે.
રજકણ કહો, કે સૂરજ કહો,
જગની સદા, એ મશાલ છે.
છો જગત બધું ભમતું રહે,
એ રહે છતાં, ખુશહાલ છે !
કદી દે સુખો, કદી દે દુઃખો,
જીરવો નહિ, તો કરાલ છે !
એ વિરાટ છે ને વિશાલ પણ,
જે ગમે તે સૌનો ગુલાલ છે.
કદી ધૂપ દે, કદી છાંવ દે,
ભગવાન છે, તે ત્રિકાલ છે !
દ્વય બંધ રાખી નયન અને,
ભજતા રહો, એ વહાલ છે..
2012… December 31, 2011
Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a commentJanuary 1, 2012
નવા આ વર્ષની ગૂંજી રહી, શહેનાઇઓ ચોપાસ,
હવાની લ્હેરખી લઇ આવતી, આશાભર્યો અહેસાસ,
ને શબ્દોને ફૂટી કૂણી કૂણી, કૂંપળ નવી લીલી,
રહે તન-મન તણી શાંતિ, સદાયે આપને આવાસ.
સદાયે સર્વને આવાસ…વિશ્વને આવાસ…
મુક્તકો December 7, 2011
Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a comment







