jump to navigation

એકાંતી મોતી February 27, 2012

Posted by devikadhruva in : સ્વરચના , trackback

”સબરસગુજરાતી” પર યોજાયેલ ‘એકાંત’ વિષયક સ્પર્ધામાં નોંધપાત્ર રચનાઓમાં પ્રથમ સ્થાન પામેલ આ “એકાંતી મોતી”…..

 

એકાંતી મોતી અમે વીણવાને બેઠા, ત્યાં વળગીને આવી આ અમોલી વાત.
સદીઓથી  સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!

                      કોઇ  કહે  એકાંત મુજને  છે વહાલું,
                      ને  કોઇ  કહે એકાંત લાગે અકારું;
                     ખુદને   ડુબાડી  ભીતરમાં  જઇ  જોઇ,
                     મોંઘી ત્યાં જોડી જીવ-શિવની નોખી.

નીરવ  વનમાં  કોયલના  ટહુકા- શી  મૌનના કો’ ગેબી આ પડઘાની વાત,
એકાંતે  સંતો ને સૂફીઓએ  દીઠા, એ રત્નો  ન પામે આ માણસની જાત!

                      ધરતીને ઓઢાડી,સૂવાડી ડૂબે,
                      પેલો સૂરજ પણ એકાંતી દરિયે;
                      નીરખે બંધ આંખે ને ઊંડે જઇ ભરે,
                     અજવાળા લાવી ને દુનિયા પર વેરે.

વાલિયા  લૂંટારાની  કાયાપલટ  કરે, એકાંતી એવી આ વાલ્મીકિ ભાત!!
સદીઓથી સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!

                      શબ્દોને  પાર, દૂર મૌનને  આવાસ,                     
                      ક્ષણ સંભળાય ઉર એકાંતી નાદ;
                      અદ્વૈત આનંદ ને ઉજ્જવલ ઉજાસ,                     
                      બસ આરપાર રોમ ઓમ શાંત..

“અહમ્‍ બ્રહ્માસ્મિ” ને “સોહમ્‍”ના તારની અદ્ભૂત સરગમ દે અનંતનું ગાન,
એકાંતે  સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.