jump to navigation

મન… February 26, 2015

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , add a comment

 

‘કવિલોક’માં પ્રસિધ્ધ થયેલ એક અછાંદસ રચના…

(અંકઃ જાન્યુ-ફેબ્રુ.૨૦૧૫-પાના નં ૨૪)

મન…મન…
સાવ નાજુક કુમળાં છોડ જેવું.
હઠીલાં નાનકડાં બાળ જેવું.
વારંવાર એને સમજાવવું પડે.
ઘડીઘડી એને મનાવવું પડે.
મન….આ મન……
માની જાય, સમજી જાય,
વાળીએ તેમ વળી પણ જાય ને
વળી પાછું અચાનક છટકી જાય.
મર્કટ બની કો’ મદારીની
ડુગડુગી પર નાચવા માંડી જાય.
મનગમતી જગાએ પહોંચી જ જાય,
આપમેળે ગમતું સઘળું કરતું થઈ જાય.
આ મન.. મન…
કોઈનું મન સુદામાના તાંદુલમાં,
કોઈનું ભરસભામાં ચીર પૂરતા સખામાં.
કોઈનું ભીલડીના એંઠા બોરમાં,
તો કોઈનું મન કેવટની નાવમાં..
હં…આજના માનવીનું મન,
ચંદ્ર અને મંગળમાં.
વિધવિધ ટેક્નીકલ રમકડાંમાં!
પણ એ કદી કેમ નથી પહોંચતું
એકબીજાંના મન સુધી !!!
કેમ?! કેમ!!!
આ મન…મન…..

ધૂમ્મસનો ધાબળો…. January 27, 2015

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , add a comment

 

fog

વહેલી સવાર.
હું ને મારી કાર.
ધૂમ્મસનો ધાબળો,
ને
સૂતેલો સૂરજ.
આસપાસ બધે જ
અંધકાર, ધોળો અંધાર.

માત્ર
બે ડગ આગળ જ
ગાડીની આગળની લાઈટનો ઉજાસ.
એટલાં જ ઉજાસથી,
ખુલતો જતો રાહ..
ધીરે ધીરે,
ધૂમ્મસને ચીરતી,
કિરણોની ઝીણી ધાર.
દ્રષ્ટિ ફક્ત થોડી જ આગળ,
ભીતરે?!!
કંઈક એવું જ..
થોડી નજર,
અજવાળું..પ્રકાશ…
વહેલી સવાર.
ગાડી હંકારતી હું,
કે
મને હંકારતી એ?!!

 

સંવેદના… March 12, 2012

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , 1 comment so far

 

 

જીંદગી જાદુગરનો ખેલ છે…. February 10, 2012

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , add a comment

 

મા March 9, 2011

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , 7 comments

અછાંદસ ઃ

રાત વીતતી હતી….

આભની છત પર,

નજર ટમટમતી હતી.. 

પલક માત્રમાં,

પલકો વચ્ચે પૂરાતી નિંદર,

પડખા ઘસતી હતી;

પડઘા પાડતી હતી..

હ્રદયની આરપાર ઉતરી,

રડાવતી હતી..

અંધારા ઓરડાની તીરાડમાંથી,

આવીને ઘેરી યાદ,

વળગતી હતી.

માથે હાથ…માનો…

ધાર વહેતી હતી,

રાત સરતી હતી…..

સીંગાપોરની લીલોતરી March 9, 2010

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , add a comment

સીંગાપોરની આ

છમછમતી લીલોતરી;

નગર-પ્રવેશ પૂર્વે જ

આવકારતી આગોતરી……

આભલેથી વર-સાદના

સમૃધ્ધ પ્રેમવારિથી,

છલકતી પ્રેયસી-શી,

ભાવી ગઇ મનને,

સીંગાપોરની આ ધરિત્રી….

જ્યાં હરિણી-શી ઉછળતી,

થનગનતી ઉછરતી,

જીગરના ટૂકડા સમી,

રક્તના વ્હેણ સમી,

દ્વય સુપૌત્રી,

સીંગાપોરની જાણે,

છમછમતી લીલોતરી….

શ્વાસમાં સોડમભરી,

મહેંકતી લીલોતરી…….

લેખિની September 8, 2009

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , add a comment

મનના કાગળ પર

આડીઅવળી લીટીઓ સમ,

વિચારો વેરાય,

પ્રતિક્ષણ….

વીણતા વીણતા

વિખેરાઇ જાય,

પ્રતિપળ……..

ગોઠવવા જતાં

હાથ થંભી જાય,

ઘડીભર…… 

ખસેડી જરા

આંખ મીંચાય,

આવી છાનીછપની,

તત્ક્ષણ……. 

લેખિનીદેવી ( ! ! ),

કૈંક કૈંક

સજાવી જાય,

હસ્ત પર……

માનસ-પૂત્રી January 23, 2009

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , 2 comments

અગદ્યાપદ્ય :

મારે એક માનસ પુત્રી છે.

ક્યારેક ક્યારેક એ સ્વપ્નમાં આવે છે.

કાલે રાત્રે આવીને કહે, “મા, મારે લગન કરવા છે. “

“અને દહેજમાં ઘણું બધું જોઇએ છે. “

મા,મને આપીશ ને ?” હું ચમકી.

આ તે  કેવી માંગણી ? તેણે કહેવાનું ચાલુ રાખ્યું.

” મા, મને વિશ્વ સાથે લગન કરવા છે.

દહેજમાં મને વિનય-વિવેકના  વાઘા અને આદરના અલંકાર આપજો;

નમ્રતાના દાગીના અને સ્મિતના કોડિયાં ભરજો;

સુવિચારોનું સુંદર સિંદુર અને શુધ્ધતાના કંગન આપજો;

હાથમાં હેતાળ હૂંફ ભરજો અને આંખમાં અમીના દાન દેજો;

સોનેરી સત્યના સાંકળા આપજો…અને..

પ્રેમની પરી બનાવી મોકલજો;

અને હા, મા, છેલ્લી એક વિનંતી…….

કવિની કલમ જરૂર મૂકજો હોં !”

આંખ  ખુલી ગઇ. શું હતુ એ ?

સ્વપન કે કલ્પન ?!!

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.