મા March 9, 2011
Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , trackbackઅછાંદસ ઃ
રાત વીતતી હતી….
આભની છત પર,
નજર ટમટમતી હતી..
પલક માત્રમાં,
પલકો વચ્ચે પૂરાતી નિંદર,
પડખા ઘસતી હતી;
પડઘા પાડતી હતી..
હ્રદયની આરપાર ઉતરી,
રડાવતી હતી..
અંધારા ઓરડાની તીરાડમાંથી,
આવીને ઘેરી યાદ,
વળગતી હતી.
માથે હાથ…માનો…
ધાર વહેતી હતી,
રાત સરતી હતી…..
Comments»
KHUB SARS CHE
ma……….
khub saras aapno khub khub aabhar
khubaj saras 6
ane kahevay ma
saru lagyu
bahu saras lagi