jump to navigation

માનસ-પૂત્રી January 23, 2009

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , trackback

અગદ્યાપદ્ય :

મારે એક માનસ પુત્રી છે.

ક્યારેક ક્યારેક એ સ્વપ્નમાં આવે છે.

કાલે રાત્રે આવીને કહે, “મા, મારે લગન કરવા છે. “

“અને દહેજમાં ઘણું બધું જોઇએ છે. “

મા,મને આપીશ ને ?” હું ચમકી.

આ તે  કેવી માંગણી ? તેણે કહેવાનું ચાલુ રાખ્યું.

” મા, મને વિશ્વ સાથે લગન કરવા છે.

દહેજમાં મને વિનય-વિવેકના  વાઘા અને આદરના અલંકાર આપજો;

નમ્રતાના દાગીના અને સ્મિતના કોડિયાં ભરજો;

સુવિચારોનું સુંદર સિંદુર અને શુધ્ધતાના કંગન આપજો;

હાથમાં હેતાળ હૂંફ ભરજો અને આંખમાં અમીના દાન દેજો;

સોનેરી સત્યના સાંકળા આપજો…અને..

પ્રેમની પરી બનાવી મોકલજો;

અને હા, મા, છેલ્લી એક વિનંતી…….

કવિની કલમ જરૂર મૂકજો હોં !”

આંખ  ખુલી ગઇ. શું હતુ એ ?

સ્વપન કે કલ્પન ?!!

Comments»

1. વિશ્વદીપ - January 24, 2009

વાહ! સુંદર અભિવ્યક્તિ..આવું એક સ્વપ્ન હજો..આવી એક કાલ હજો..વિશ્વમાં આવી જ સારી ભાવના હજો…

2. gopal - January 25, 2009

અફલાતૂન કવિતા


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.