jump to navigation

ખુશીની વેદના August 7, 2008

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

     gandhiji.jpg                     15aug.jpg

 “મેરે વતનકે લોગોં”ના સૂર ગૂંજ્યાં ફરી એક વાર આજે,
કુરબાની ને શહીદીના સ્મરણો સર્યાં ફરી એક વાર આજે.

રુધિરથી લથબથતી નવજવાનોની લાશો નજર સામે,
ને કદી ના રુઝાતા જખમ ઉપસ્યાં ફરી એક વાર આજે.

કેસરિયાં કરતી  વિરાંગનાના  શોણિતભીનાં  દિલ,
ને આઝાદીના ચૂકવેલાં મૂલ સાંભર્યાં ફરી એક વાર આજે.

કોઇના લાડકવાયાનાં બીડાતાં લોચનોની તસ્વીર,
ને કપાળે કંકુ લૂછાતા હાથ સ્મર્યાં ફરી એક વાર આજે.

એક્સઠ  વર્ષની સ્વતંત્રતાને, વીર ત્રીરંગી ઝંડો પૂછે,
‘શાંતિ ક્યાં?‘સવાલ સળગતા જાગ્યાં ફરી એક વાર આજે.

દેશી-વિદેશી દિલમાં વસતા ને વંચાતા ગાંધીજીએ,
આઝાદ દિને,સત્ય-અહિંસા યાદ કર્યા ફરી એક વાર આજે.

વિશ્વ-માનવી બનવા કાજે રહેજે લડતો સ્વયંની સાથે,
સંદેશ ઝંડા સાથે લઇને શૂરા નમ્યાં ફરી એક વાર આજે.

********************************************************************

ઓગષ્ટ મહિનાને અને ભારતની આઝાદીને ઘેરો સંબંધ છે.15મી ઓગષ્ટનો માહોલ હર હિંદુસ્તાનીના દિલમાં જાગ્યા વગર રહેતો નથી..ક્યારેક શૂરવીરોની અપાયેલ આહુતિ યાદ આવતા,સ્વાતંત્ર્યની ખુશીમાં વેદના ટપકે છે;તો ક્યારેક ગુલામીની જંજિરો પછી મળેલી સ્વતંત્રતા, વેદનામાં ખુશી રૂપે  નીતરી રહે છે. કદાચ 61 વર્ષ પછી પણ દ્વન્દ્વોભરી વર્તમાન પરિસ્થિતિ આવા મિશ્ર ભાવોનું પરિણામ હશે…  

2007ના ઓગષ્ટમાં જે કલમે  “વેદનાની ખુશી” વ્યક્ત કરી તે જ કલમ
2008ના ઓગષ્ટમાં આજે…… “ખુશીની વેદના” રૂપે પ્રગટ થઇ રહી છે……..
  

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.