jump to navigation

એકલતાનો શોર September 4, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 18 comments

 lonliness.jpg

ઘડીની ટીકટીક ને પાણીની ટપટપ,

               ઠંડીની કડકડ ને હીટરની ધમધમ,

ટીવીની રમઝટ ને સુરોની સરગમ,

               પંખીનો કલરવ ને હવાની હલચલ,

દીવાની ઝગમગ ને તારાની ટમટમ,

               કમાડે ટકટક ને આભાસી પગરવ,

કાગળ ને કલમમાં યાદોની ધડકન,

               સાદ સદા એકલતામાં આ હરદમ.

 Type in