jump to navigation

અંજલિ July 23, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 19 comments

anjali.jpg

  પંખીના ટોળાં અને યાદોના મેળા

દૂરથી ઉડી આવતાં પંખીના ટોળાં;

          ફફડાવી પાંખો કરતા યાદોના મેળા;

ચાંચોથી ખોતરતા મનના સૌ જાળાં,

          જાળેથી ખરતાં જૂના તાણાવાણા….

ઉપસી છબી માની ફેરવતી પાના,

          લખતી રહેતી સદા ભગવાનના ગાણાં;

કહેતી’તી “વેરજો બેન,પંખીને દાણા,

           ને જાઓ જો દેશ તો ગાયોને પૂળા..

અવગણજો પડે જો મનને કો’ છાલાં,

           વિવાદ-વાદ ના કરશો કોઇ ઠાલા;

સંસાર તો  જાદુગરની છે માયા,

           અહીંયા ના કોઇને કોઇની છે છાંયા….”

નિસ્પૃહી માતાની સ્મૃતિના ટોળાં,

          નીતારે પાંપણથી આંસુની ધારા;

અર્પુ શું અંજલિ લઇ અક્ષ્રરની માળા,

             શબ્દો પડે જ્યાં ઉણાં ને ઉણાં….

ગીચ ઝાડીથી ઉડતાં  પંખીના ટોળાં,

             ફફડાવી પાંખો રચે મમતાના મેળા….

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.