મુક્ત બંધન May 8, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 3 comments ચકો લાવે ચોખાનો દાણો
ને ચકી લાવે દાળનો;
ઘાસ-ફૂસ ને પીંછાનો
સજે માળો સળીઓનો.
ઉપર આભ નીચે ધરતી
વચ્ચે ડાળ પર માળો;
ટાઢ-તાપ કે વરસાદ
નહિ વિવાદ કે ફરિયાદ.
કુદરત અર્પે જ્યાં જે જ્યારે
ઝિલે બન્ને પ્રેમની વેલે;
મુક્ત ઊડતા ગાયે ગાન
સાંજ ઢળે માળે બંધાન.
સાત પગલાં આકાશમાં
સાર્થક સળીના મહેલમાં !
મુક્તિના આ બંધનમાં ?!
કે બંધનની આ મુક્તિમાં?!!!!!