jump to navigation

શરદ-પૂનમની રઢિયાળી રાત October 11, 2011

Posted by devikadhruva in : સ્વરચના , trackback

રાસઃ

આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

જાગી જાગીને સૂઝી જાય હો રાજ મારી,આંખો જાગીને સૂઝી જાય.

ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,
પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,
ઓઢું ઓઢું ને ઉડી જાય હો રાજ,
મારી ચુંદડી શિરેથી ઉડી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

એવા તે કામણ કહે શીદને ત્‍હેં કીધા,
ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા ?
મળી મળીને વળી જાય હો રાજ,
કેમ નજરું મળીને વળી જાય.
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,
ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,
ફરી ફરીને રાતી થાય હો રાજ,
મુજ કાયા લજવાતી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

Comments»

1. માહી - October 11, 2011

ખુબ જ સુંદર રાસ ની રમઝટ દેવીકા જી
તમને શરદ પુનમ ની શુભેચ્છા
આજ ના દિવસ નુ સુંદર નજરાણૂ તમારા તરફ થી.

2. હિતેશ મહેતા - January 9, 2012

wah saras rachana che…
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

3. Ansuya Desai - October 7, 2014

વાહ ખૂબ સરસ રચના….
મન રાસ રમવા થનગની ઉઠયું.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.