jump to navigation

તમે એટલા તો વ્યસ્ત ના થાવ June 23, 2010

Posted by devikadhruva in : સ્વરચના , trackback

 

તમે એટલા તો વ્યસ્ત ના થાવ કે સાવ ભૂલી જાવ,
                                   સખા કેમ ભૂલી જાવ.

સૂરજના કિરણે તમે આવતા વરતાવ,
સન્ધ્યાને  સમે તમે ચાંદો થઇ જાવ,
મળવાની આશે મારી આંખો મીંચાય,
પણ નિષ્ઠુર પ્રિતમ તમે આવો ના પાસ !
એવું કંઇ થાય સખા કેમ ભૂલી જાવ…….તમે એટલા તો વ્યસ્ત ના થાવ….

ફળ ફૂલ ખરી ને ખીલી પણ જાય,
પાનખર  પ્રેમભરી ફરી છલકાય,
રોજ રોજ, ક્ષણે ક્ષણ, રૂપ બદલાય,
કુદરત પર પ્યાર ને અમ પર ના વ્હાલ !
એવું કંઇ થાય સખા કેમ ભૂલી જાવ…….તમે એટલા તો વ્યસ્ત ના થાવ…..

વગડાની વાટ છે ને વદપક્ષની રાત આ,
દિલડું મૂંઝાય  કહે્તા જીભ અચકાય આ,
મનની મોસમ રોજ જાય મુરઝાય,
અંતરના યામી તોયે રહો અણજાણ !
એવું કંઇ થાય શ્યામ કેમ ભૂલી જાવ…….તમે એટલા તો વ્યસ્ત ના થાવ…..

Comments»

1. શૈલા મુન્શા - June 24, 2010

અંતરના યામી તોયે રહો અણજાણ!
એવું તે કાંઈ થાય શ્યામ કેમ બૂલી જાવ.

સુંદર ભાવપલટો પ્રીતમ ને શ્યામનો.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.