ઝળહળ દીપ May 8, 2010
Posted by devikadhruva in : સ્વરચના , trackbackગુજરાતની ગાથા અને ગરિમાથી ગૂંજતો અને ઝગમગતો ગરબો
ઝળહળ દીપ ** સ્વર્ણિમ ગુજરાતનો દીવડા ગરબો*****
**************** ****************** **************
દુહો —
હે..કંઠે ગાથા ગુર્જરીની, હાથે ઝળહળ દીપ,
રુદિયામાં ગરિમા ભરીને, ઝાંઝર ઝુમકઝુમ,
હે..લાંબી ગ્રીવા ગર્વ ભરી આ ગુર્જરી રુમઝુમ,
કમર લચકતી ચાલ ચાલતી જુઓ છુમકછુમ…
અરે ભાઇ જુઓ હ્યુસ્ટન નાર
અરે ભાઇ જુઓ ગુર્જરી નાર.
ગરબો —
દીવડા તે લાવી દેશથી ,એમાં દીવા પ્રગટાવ્યા આજ રે,
સુવર્ણ ગુજરાત કેરા…
રંગબેરંગી કોડિયા ને દીવા ગૌરવથી ઝળહળે આજ રે,
સુવર્ણ ગુજરાત કેરા…દીવડા તે લાવી દેશથી…
મેંદી હો છો ને માળવાની એમાં રંગો ખીલે ગુજરાતના,
સુવર્ણ ગુજરાત કેરા.. દીવડા તે લાવી દેશથી…
ઇતિહાસે કોતરી શાન એની જેણે રક્તથી જ્યોતિ જલાવી રે,
સુવર્ણ ગુજરાત કાજે.. દીવડા તે લાવી દેશથી…
Comments»
With a voice of a professional singer, this would be an excellent song.
Mukund