jump to navigation

અવકાશ July 1, 2009

Posted by devikadhruva in : સ્વરચના , trackback

આજે  હ્રદય પર ભાર થઇ ગયો,
વાદળી વરસી ને આભે અવકાશ થઇ ગયો.

ખબર નો’તી કાલ સુધી કેવો,
અચાનક એવો સૂનકાર થઇ ગયો.

ટીપાંથી ભીંજાતી’તી આંખો કદીક,
આજે ધોધમાર વરસાદ થઇ ગયો.

કામમાં ખોવાઇ જા કહેતી બુધ્ધિને,
લાગણીનો જાણે પડકાર થઇ ગયો.

સમજાવે મન,બહુ માયા નહિ સારી સમજ,
તો યે હૈયાને ગભરાટ થઇ ગયો.

નજરથી થોડી શું દૂર થઇ પૌત્રીઓ,
ને દિલમાં એક હાહાકાર થઇ ગયો.

આજે વળી હ્રદય પર ભાર થઇ ગયો,
લોહીના ખેંચાણનો સાક્ષાત્કાર થઇ ગયો.

વાદળીઓ વરસી ને ચાલી  ગઇ
ને આભે એક અવકાશ થઇ ગયો..

Comments»

1. શૈલા મુન્શા - July 2, 2009

બહુ સુંદર. “ટીપા થી ભીંજાતી’તી આંખો કદીક, આજે ધોધમાર વરસાદ થઈ ગયો”
સાચે જ લાગણીના બંધન ને બુદ્ધિ ને કોઈ સંબંધ નથી.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.