jump to navigation

કાગળની હોડીમાં તરતુ બચપણ May 5, 2009

Posted by devikadhruva in : સ્વરચના , trackback

boat

વીતી ગયું  છે  શૈશવ, ને વહી ગયું છે યૌવન,
પૂછી પૂછીને પૂછું કોને, શાને આવતું ડહાપણ ? 

કાયા કહે છે ઉંમર કારણ,
માયા કહે છે ભારણ !
જીવનને પૂછું તો કહે છે,
મનડું જ એનું કારણ…….

બાળ બની રમતાતા કાલે,આજ પૌત્ર-પૌત્રી સામે,
કોરા કાગળની હોડી સાથે,તરતા લઇ ગઇ બચપણ ક્યારે ?

કળી કહે છે પાનખર કામ,
સુરજ કહે છે  ચાંદ,
ચાંદને પૂછું તો દે છે,
દિવસ રાતનું નામ……

સોળના સપના કાલના વ્હાણા,ઉડી ઉડીને થયા વાર્તા,
વાર્તા વાર્તાફરી મંડાતા,ઉત્તર મળતા સમયની ધારા
ઉત્તર મળતા ક્ષણના ગાણા,  પળના પીંછા !!!!!!

Comments»

1. વિશ્વદીપ બારડ - May 19, 2009

વીતી ગયું છે શૈશવ, ને વહી ગયું છે યૌવન,
પૂછી પૂછીને પૂછું કોને, શાને આવતું ડહાપણ ?

ભઇ, આ ઊંમરે આવું ડહાપણ આવે..અને એ પણ સાચું..
સુંદર રીતે ભાવોને વણી લીધા છે

2. વિશ્વદીપ બારડ - May 19, 2009

ઘણી વાર આ સુંદર સાઈટની મુલાકાત લઈ..comments લખું છું પણ એ જાય છે ક્યા?…ખબર નથી કે computerને પણ ભુખ લાગતી હશે..!!!!

3. manvant - September 22, 2009

Memories of our childhood are unbearable !


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.