જીંદગીને એક વિશેષ વાચા છે… February 7, 2009
Posted by devikadhruva in : સ્વરચના , trackbackજીંદગીને એક વિશેષ વાચા છે,
ને હર માનવ છે એક કથા.
વિધાતાની વરવી કલમ છે,
ને જીવન સૌના પાના..
સુખ દુ:ખ એનો કક્કો છે,
ને ચડતી પડતી બારાખડી,
સંજોગના સ્વર વ્યંજન છે,
ને વ્યાકરણ તો છે વ્યથા..
જેની ગૂઢ ગહન વળી ભાષા,
ને હર માનવ છે બસ કથા.
શાહીનો રંગ એક જ આમ તો,
ને તો યે દીસે રૂપ જુદા;
કોઇની રક્તવર્ણી છે વાત,
ને કોઈની રક્ત ટપકતી કથા…..
જીંદગીને એક વિશેષ વાચા છે,
ને હર માનવ છે એક કથા.
Comments»
વાહ દેવિકાબેન!
sunder abhivyakti!!!!!!!