તુલસીના વન November 8, 2008
Posted by devikadhruva in : સ્વરચના , trackbackતુલસીના છોડ લીલાંછમ,
બની વન વન ઉગે મારે આંગણ,
લોક મને આવી આવી જોઇ હવે પૂછે,
કહેને અલી,કોણે અહીં,કીધા આવી કામણ ?
કે તુલસીના છોડ લીલાંછમ,
બની વન વન ઉગે તારે આંગણ ?
એ..તો વાયુ સંગ વાતું માનું વ્હાલ,
જેમ ફળફૂલ ફાલે ખુબ ફાગણ,
એમ છોડ રામશ્યામ બની વન વન ઉગે,
કે તુલસીના છોડ લીલાંછમ,
બની વન વન ઉગે મારે આંગણ..



Powered By
Comments»
no comments yet - be the first?