અક્ષરના આગિયા October 8, 2008
Posted by devikadhruva in : સ્વરચના , trackbackઅંધકારના ઓરડે આવીને વળગે,અક્ષરના આગિયા ફરકે ને ચમકે,
પકડાવી હાથમા કલમ ને કાગળ,ટપટપ ટપકે ને પછી જ અટકે.
આભલે ભમતી જલભરી વાદળી,અવનીને આરે વરસીને જંપતી,
તૃષિત ધરતીને પીવડાવી પ્રેમથી,ગ્રહી ગરમીને પાછી એ વળતી.
ઝાડીથી ઉડતી પક્ષીઓની ટોળકી,વાડ પર બેસીને દાણાને ટાંપતી,
ચાંચેથી ચાંચમાં ખવડાવી નેહથી,હારબંધ ઉડી નિજમાળે જઇ બેસતી.
સ્મૃતિ તો માની રોમરોમ ફરતી,આસપાસ ગોળ ગોળ રોજ રોજ ઘૂમતી,
વીણાના તાર જાણે ઝંકારી દિલમહીં,બની સરસ્વતી સતત એ વહેતી.
Comments»
no comments yet - be the first?