તમન્ના May 27, 2008
Posted by devikadhruva in : કાવ્યો , add a commentતમન્ના છે આભની પાતળી વાદળી બનું,
કે ઝાકળભીના પુષ્પની પાંદડી બનું;
ઉંચા કોઇ તરુવરની ડાળખી બનીને,
વિસામો ઝંખતા કો’શ્રમિત પથિકની છાંયડી બનુ……….
તમન્ના છે પૂનમની રાતની ચાંદની બનું,
કે કાજલકાળી અમાસી રાતની તારલી બનુ;
આંસુ સારતી,પ્રોષિત-ભર્તૃકાની વાટડી બનીને,
નાનકડા ગામની ઝુંપડીની આશા-દીવડી બનુ…………
તમન્ના છે મઝધારે ડૂબતા માનવીની નાવડી બનુ,
કે,કુદરતનો કોપ પામેલ અપંગની લાકડી બનુ,
મેઘલી રાતે નવજાત શિશુને શિર પર લઇ,
સરિતા પાર કરતા વસુદેવની છાબડી બનુ…………….
તમન્ના છે વિયોગિનીને ડોલાવતી વાંસળી બનું,
કે,મંદિરના પૂજારીની ભાવભીની આરતી બનું,
સઘળું થાઉં કે ઘડીભર કંઇ એક માત્ર થાઉં,
બસ, તારી કલાની એક સુરેખ આકૃતિ બનું….
‘છ’ છેલછોગાળો May 20, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentછેલછોગાળો છેટેથી છોને,
છેડતો છુપછુપ છાનો છાનો,
છેલછબીલો છલછલ છલકે,
છબીમાં છટાદાર છે છાયો……..
છલિયો છેડો છોડે ને છેડે,
છાયલ છોરી છન છન છણકે,
છલિયો છળકપટથી છાવરે,
છત્રાકારે છિપશા છિદ્રો,………
છપ્પન છડી છોડને છેડે,
છગોલે છટકે છોભીલ છોરો,
છુમ..છુમંતર છાવણી છેલ્લે,
છંદમાં છેડે છાલક છાંટો……….
છેલછોગાળો છેટેથી છોને,
છેડતો છુપછુપ છાનો છાનો……..
‘ચ’નો ચાંદ May 9, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentચાંદનો ચિરાગ ચમક્યો,
ચિતારાનો ચહેરો ચમક્યો;
ચાંદનીમાં ચાલતા ચિત્રમાં,
ચિત્તડાનો ચોર ચમક્યો..
ચોરેલી ચિનગારી ચિત્તચોરે ચાંપી,
ચોરે,ચૌટે ચર્ચાઓ ચાલી;
ચોમેર ચાંદનીમાં ચાલતાં ચાલતાં,
ચકોર ચૌલા ચક્ચૂર ચાલી..
ચંદનપુરની ચોળી ને ચુંદડી,
ચણક ચણોઠીશી ચૂડી;
ચીવટથી ચીંથરે ચીટકેલી ચીઠ્ઠીમાં,
ચકમકતી ચાહતની ચાંદી.
ચાહના ચકરાવે ચાતક ચોમાસે,
ચડ્યાં ચક્ડોળે ચકો ને ચકી;
ચોમેર ચોતરે ચૂવા-ચંદન,
ચોપાસ ચિક્કાર ચંપો-ચમેલી.
*************************************************************
એક ચિત્રકાર ચાંદનીમાં ચાલવા નીકળે છે.એના ચિત્તમાં ચાહતના કેટકેટલાં ચિત્રો ઉપસે છે ? એકસાથે તેને ચિત્તચોર,ચૌલા નામની નારી,ચાતક,ચકલો ને ચક્લી,ચૂવાચંદનની સુગંધ,ચંપો ચમેલી વગેરે ઘણાં ઘણાં ચિત્રો મન:પટ પર આવે છે. તેનો આ ચિતાર છે.
‘ઘ’ની ઘડી May 2, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentઘડિયાળના ઘંટમાં ઘૂમાતા ઘાટ,
ઘડીની ઘંટીમાં ઘૂંટાતા ઘાવ,
ઘટના ઘૂમ્મટમાં ઘેલાં ઘનશ્યામ,
ઘડીકમાં ઘડીને ઘસતા ઘરબાર.
******************************************
ઘનઘોર ઘટા ઘેરી,
ઘેર ઘોર ઘટના ઘટી.
ઘેરા ઘેરા ઘેનમાં ઘેલી,
ઘરેણાના ઘણાં ઘાટ ઘડી,
ઘમ્મર ઘમ્મર ઘરમાં ઘૂમી.
ઘૂંઘટમાં ઘાટે ઘાટે ઘૂમી.
ઘૂમતી ઘાટીલીથી ઘાયલ ઘમંડી,
ઘોડેસ્વાર ઘૂંટે ઘવાઈ ઘવાઈ.
*******************************************