Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક ,
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક ,
હાયકુઃ –
ઇમાની ઇંટે,
ઇશ્કની ઈમારત,
ઇશનગરી….
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક ,
2008 ના વર્ષની સાથે સાથે ચાલેલ મારી “શબ્દારંભે અક્ષર એક” ની યાત્રા પણ ‘ ક્ષ અને જ્ઞ ‘ ના મેળા સુધી આજે પરિપૂર્ણ થાય છે.આ તબક્કે આપ સૌના પ્રતિભાવ અને એ દ્વારા મળેલ પ્રેરણા માટે ર્હ્ર્દયપૂર્વક, સવિનય ખુબ ખુબ આભાર..
************ ************* ************* ***************
ગદ્ય
ક્ષરાક્ષરના જ્ઞાતા ક્ષત્રિય ક્ષમિતે,
જ્ઞાન-ચક્ષુથી ક્ષીરનીરના જ્ઞાનથી,
જ્ઞાતિના ક્ષેત્રની ક્ષતિઓને,
ક્ષમ્ય-ભાવે ક્ષમી, ક્ષણે ક્ષણે,
ક્ષેમકુશળતા બક્ષી…..
************************************************************
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક ,
‘ળ’ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,
ને કાળજે સોળ ન હોત;
’ળ’ ન હોત તો માળવે મળ્યા ન હોત,
ને મેળે મેળાવડો ન હોત;
’ળ’ ન હોત તો ખોળિયું હેતાળ ન હોત,
ને વાંસળી થી વ્યાકુળ ન હોત;
’ળ’ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,
ને ઝાકળ ઝળહળ ન હોત;
’ળ’ ન હોત તો આંગળી ઝબોળાઇ ન હોત,
ને જળ ખળભળ ન હોત.
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક ,
હળવી હળવી હવા હતી,
હુતો-હુતીની હસલ હતી.
હવેલીના હિરાજડિત હિંડોળે,
હોંશીલી હસીનાની હસ્તી હતી.
હેતાળ,હુંફાળા હાથ હાથમાં,
હસતા હોઠોની હલચલ હતી.
હરદમ હરિયાળી હરિયાળી,
હૈયામાં હેતની હેલી હતી.
હેમવર્ણા હરણ-હરણીઓની,
હજાર હંસોની હારમાળા હતી.
હોડીના હલેસા હસ્તમાં,
હરિની હુબહુ હાજરી હતી.
હળવી હળવી હવા હતી;
હુતો-હુતીની હસલ હતી.
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક ,
સોનેરી સાંજે,સુરીલા સાદે,
સંગીતના સાત સાત સૂરોની સાથે,
સાંવરી,સલોની,સુહાની સંગીતા,
સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે..
સંસાર સાગરે,સૌમ્ય સ્વરૂપે,
સમંદરમાં સમાતી સરિતાને સ્મરતી,
સર્વે સહોદરના સ્નેહાળ સથવારે,
સેંથીમા સિંદૂર સજીને સ્હેલતી.
સોનેરી સાંજે,સુરીલા સાદે,
સંગીતના સાત સાત સૂરોની સાથે.
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક ,
શત શત શગ શમાની શોભા,
શબનમ શતદલની શોભા.
શમણાઓ શૈશવની શાન,
શીતલતા શીકરોની શોભા.
શીલ શરમ શીલવાનની શોભા,
શમીપૂજન શબરીની શોભા.
શબદ શાણો શૂન્યની શાન,
શુધ્ધ શૈલી શબ્દોની શોભા.
શૃંગ શૃંગ શિખરની શોભા,
શંખનાદ શૂરવીરની શોભા.
શોણિતભીની શહીદોની શાન,
શાલીનતા શહેનશાહની શોભા.
શુભ્રતા શરદેન્દુની શોભા,
શુચિ-શર્વાણી શંભુની શોભા,
શકુંતશોર શારદાની શાન,
શસ્ય શ્યામલા શત શત શોભા.
_______________________________________________
શગ=જ્યોત; શમા=મીણબત્તી
શકુંત=મોર; શસ્યશ્યામલા=ભારતમાતાનું વિશેષણ.
———————————————————————————-
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક ,
લલાટે લખેલા લેખની લકીરો,
લગની લાગે તો લાખેણી લાગે;
લાડીના લાલ લીલાં લ્હેરિયામાં,
લોચનની લાજ લાખેણી લાગે..
લલિત લતાના લાજવાબ લયમાં,
લાખ લાખ લોરી લચકાતી લાગે;
લજામણીના લાડભર્યા લટકામાં,
લટકતી લટો લ્હેરાતી લાગે..
લોહીની લાગણી લગાતાર,
લીલીછમ,લસલસતી લાગે;
લખતા લખતા,લીટીએ લીટીએ,
લાગણી લથબથ લીંપાતી લાગે..
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક ,
રંગ રાખ્યો રતુંબલ રંગ રાખ્યો,
રંગીલી રાતે રંગ રાખ્યો.
રાંદલમા રમતા રાસ…..રતુંબલ રંગ રાખ્યો.
રૂડા રૂપમાં રસની રુચિ રેડી,
રંગરસિયા રમતા રાસ…..રતુંબલ રંગ રાખ્યો.
રઢિયાળી રાતે રાધા રમે,
રાસેશ્વરનો રાખ્યો રંગ…..રતુંબલ રંગ રાખ્યો.
રંગબેરંગી રિધ્ધિની રોશની,
રાગરાગિણીમાં રામનું રટણ…..રતુંબલ રંગ રાખ્યો.
રીસાતી,રીઝાતી રાણી રમે,
રાજદ્વારે રાજાનો રુઆબ…..રતુંબલ રંગ રાખ્યો.
રળિયામણી રાત રણઝણતી’તી,
રોમેરોમ રુદિયામાં રંગ, …..રતુંબલ રંગ રાખ્યો.
રજ,રેણુ ને રાખના રમકડાં રચી,
રબ્બાએ રુધિરનો રંગ…..રતુંબલ રંગ રાખ્યો.
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક ,
ભાઇભાભીના ભરપૂર ભાવે,
ભગિનીનું ભીતર ભીંજે,
ભક્તની ભક્તિના ભાવે,
ભગવાનનું ભીતર ભીંજે.
ભલા ભોળા ભદ્રજનોને,
ભીડમાં ભીંસાતા ભાળી,
ભૂમંડળે ભમતા ભમતા,
ભોમિયાનું ભીતર ભીંજે.
ભવરણે ભલો ભેરૂ ભેટે,
ભવસાગરનો ભાર ભાંગે.
ભવાબ્ધિમાં ભાવ ભરાતા,
ભાર્યાનું ભિતર ભીંજે.
ભોમ ભયહીન ભાસે,
ભૂલોકનું ભાવિ ભવ્ય ભાસે;
ભૂખ્યાની ભૂખ ભાંગતા,
ભવાનીનું ભીતર ભીંજે.