દરિયાને થાય…. July 10, 2019
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentદરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય,બનું દરિયો.
કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો..
મર્કટ આ મનડું તો આમ તેમ ભટકે,
સઘળું હો પાસ પણ ક્યાં ક્યાં જઈ અટકે.
ઉંચેરા વાદળની આંખ છે ધરા પર,
ને ધરતીની વરાળ જાય આભ પર.
સદીઓ વીતી, ના જાણે કોઈ ક્યારે આ ભીતરનો દરિયો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય,બનું દરિયો.
છે મઝધારે રહેવાનું આકરું અકારું,
ને કિનારે પહોંચ્વાને હામ હું ન હારુ
જો સમંદર,અંદરથી ફીણ-ફીણ થાતો,
અડકી રેતીને વળી પળમાં વળોટાતો.
‘નથી’તે પામવાની ઝંખનાએ એને તળિયેથી ઉંચકીને ફેરવ્યો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય,બનું દરિયો.
નગર જુઓ… June 28, 2019
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentદોસ્ત…. June 27, 2019
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentશતદલ-દ્રશ્ય અને શ્રાવ્ય August 24, 2017
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentરચયિતા-દેવિકા ધ્રુવ
સ્વર અને સ્વરાંકન–ભાવનાબેન દેસાઇ
પૂરવનો જાદુગર-ગીત-ઑડિયો August 23, 2017
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentરચયિતા-દેવિકા ધ્રુવ
સ્વર અને સ્વરાંકન–ભાવનાબેન દેસાઇ