होली के हिन्दी बोल…. March 18, 2020
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentનાતાલનો નજારો.. December 23, 2019
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentનાતાલનો આ તાલમાં, જુઓ નજારો છે અહીં,
આનંદ ને ખુશાલીનો, કેવો ઝગારો છે અહીં !
અવસર અહીં મસ્તીભરી, માણો સહુ સાથે મળી,
રંગો અને આ રોશની ઝરતો ફુવારો છે અહીં.
જુઓ તમે જો ધ્યાનથી, સંદેશ છે ઈશુ તણો,
કે “સંપ હો ત્યાં જંપ”નો, મોંઘો ઇશારો છે અહીં.
ખુશી ખુશી ગાઓ તમે, આબાદ ને આઝાદ રહો,
શાંતિ જગાવી લો પછી, ન કો’ કિનારો છે અહીં.
વાંછુ સદા ખોબો ભરી, નવવર્ષના મુબારકો,
‘સર્વે ભવો નિરામયા”, દિલના પુકારો છે અહીં.
દીપાવલી… October 23, 2019
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment
click on the picture below and enjoy the video…
સોનેરી એક સાંજ… July 25, 2019
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentગુજરાત છે….. July 22, 2019
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentકમાલ છે…… July 19, 2019
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentન જવાબ છે, ન સવાલ છે,
ન પૂછો કશું, શી કમાલ છે.
રજકણ કહો, કે સૂરજ કહો,
જગની સદા, એ મશાલ છે.
છો જગત બધું ભમતું રહે,
એ રહે છતાં, ખુશહાલ છે !
કદી દે સુખો, કદી દે દુઃખો,
જીરવો નહિ, તો કરાલ છે !
એ વિરાટ છે ને વિશાલ પણ,
જે ગમે તે સૌનો ગુલાલ છે.
કદી ધૂપ દે, કદી છાંવ દે,
ભગવાન છે, તે ત્રિકાલ છે !
દ્વય બંધ રાખી નયન અને,
ભજતા રહો, એ વહાલ છે..
તડકો… July 18, 2019
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentદરિયાને થાય…. July 10, 2019
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a commentદરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય,બનું દરિયો.
કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો..
મર્કટ આ મનડું તો આમ તેમ ભટકે,
સઘળું હો પાસ પણ ક્યાં ક્યાં જઈ અટકે.
ઉંચેરા વાદળની આંખ છે ધરા પર,
ને ધરતીની વરાળ જાય આભ પર.
સદીઓ વીતી, ના જાણે કોઈ ક્યારે આ ભીતરનો દરિયો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય,બનું દરિયો.