એ February 24, 2010
Posted by devikadhruva in : સ્વરચના , trackbackકદીક એ સોહામણી લાગે છે,
કદીક એ બિહામણી લાગે છે.
કાલે હસતી હસાવતી આવે,
આજે રડીને રડાવતી લાગે છે.
ક્વચિત પૂનમની ચાંદ-શી લાગે,
ક્વચિત ઉદાસ અમાસ-શી લાગે છે.
ક્યારેક ખુશીનો દરિયો ઉછાળે,
ક્યારેક ગમને વલોવતી લાગે છે.
રીઝે તો ખૂણે ખાંચરેથી શોધતી આવે,
રુઠે તો અકારણ પછાડતી લાગે છે.
જોવી તો છે સદા ખુબસૂરત એને,
પણ રોજ.. જીંદગી ..જુદી જુદી લાગે છે.
પૂછે જો કોઇ એના સર્જનહારને કે,
ચાલે જો સાથે તો તને કેવી લાગે છે ? !!
Comments»
આ એક સત્ય હકીકત છે. દરેક વ્યક્તીને તમે વર્ણન કર્યુ તે પ્રમાણેની જિન્દગીનો અનુભવ થયો હોય છે. બહુ સરસ.