દિલનો દીવો October 11, 2009
Posted by devikadhruva in : સ્વરચના , trackbackનવરાત્રી અને દિવાળી હવે યંત્રવત વાર્ષિક ઘરેડ બની ગઇ છે,સંવેદના-શૂન્ય બની ગઇ છે.એનો અસલ રંગ અને ઉમંગ “શેરીના ગરબા”ની જેમ અદ્રશ્ય થઇ ગયો છે,ત્યારે આ પર્વની ઉજવણીને એક નવો ,સાચો ઓપ આપવાનો વિચાર જાગ્યો…જે સસ્નેહ પ્રસ્તૂત….
********************* ******************** ******************
સુવિચારોની આચરણ-પૂજા એટલે ધનતેરશની પૂજા,
મનમંદિરની સફાઇ એટલે કાળીચૌદશ,
દિલના દીવડાની હારમાળા એટલે દિવાળી.
આશાઓનો અભિગમ એટલે નૂતન વર્ષ,
સંબંધોમા સાતત્ય તે જ ભાઇબીજ,
સત્ય અને સ્મિતનું વર્તુળ એટલે ગરબા,
અમી અને આદરના દાંડિયાથી થાય તે રાસ.
અંતરના અજવાળા એટલે આરતી,
હ્રદયનો ભાવ તે જ પૂજાપો,
ભીતરથી પ્રભુનો આભાર તે જ પ્રાર્થના….
ચાલો, ઉરના આંગણે ,
સમજણના સાથિયા પૂરીએ.
એકાંતની કુંજમાં, શાંત,
પ્રસન્ન સાન્નિધ્ય માણીએ,
નિર્મલ આનંદનો ઓચ્છવ ઉજવીએ,
સાચા નૂતન વર્ષ મુબારક હો……………………
Comments»
no comments yet - be the first?