| ક્રમ્ | શબ્દ | અર્થ | શબ્દ પ્રયોગ |
| ૧ | ધ | ધન | ધ ને કારણે અહંકાર હોવો તે બરાબર નથી |
| ૨ | ધકારો | આશંકા | દિકરાને ઘેર આવતા મોડું થાય તો દિલમાં એકદમ ધકારો થઇ જાય છે.. |
| ૩. | ધખ | ખીણ | ધખની ઉંડાઇ કોણ માપી શકે ? |
| ૪. | ધજીર | ચીંથરું | ગરીબને મન ધજીર પણ રાજરાણીના ચીર સમ હોય છે |
| ૫ | ધડુ | કળશ | ગામડાના ઘરોમાં ધડુની સુંદર સજાવટ હોય છે. |
| ૬ | ધધરૂ | સાંજ | પંખીઓના હારબંધ ટોળા કદી જોયા છે ધધરૂ ટાણે ? |
| ૭ | ધપ | તમાચો | ધપ મારીને ગાલ લાલ રાખ્યો છે. |
| ૮ | ધફી | રીસ | વાત વાતમાં ધફી શું ? |
| ૯ | ધબકુ | માટીની નાની કોઠી | આંગણામાં ધબકુ ની શોભા સરસ લાગે છે. |
| ૧૦ | ધમ | કૃષ્ણ,પરમાત્મા | ધમની કૃપા સૌના જીવનમાં હજો. |
| ૧૧ | ધરૂ | ધૃવનો તારો | ઉત્તર દિશામાં દેખાતો ધરુ કેવો ચમકે છે ? |
| ૧૨ | ધંખના | લગની | આ લખવાની ધંખના બહુ લાગી મને તો ! |
| ૧૩ | ધસામ | પોચી જમીન | સાચવીને ચાલજો,આગળ ધસામ આવશે. |
| ૧૪ | ધાનવાયા | સાંબેલુ | ગામડામાં ધાનવાયા ઘેર ઘેર હોય જ. |
| ૧૫ | ધાબી | વાદળાથી લાગતો ખો દિવસ | પર્વતની ટેકરીઓ પર દિવસ ખુબ જ ધાબી ધાબી લાગે,પણ ગમે. |
| ૧૬ | ધારણિયો | થાંભલો | માના અચાનક અવસાને વીરો મારો તો જાણે ધારણિયો થઈ ગયો. |
| ૧૭ | ધારાજ | દિવ્ય જળ | હરદ્વારની ગંગાનુ જળ ધારાજ મનાય છે. |
| ૧૮ | ધિણોજો | અદેખો માણસ | ધીણોજો માનવી કદી સુખી થતો નથી. |
| ૧૯ | ધિનોર | અગ્નિનો ભડકો | ઘી હોમવાથી ધીનોર વધુ પ્રજ્જ્વલિત થાય. |
| ૨૦ | ધી | બુધ્ધી | હે ભગવન, મારી ધી ને યોગ્ય માર્ગે પ્રેરો. |
Comments»
no comments yet - be the first?