કાવ્યસંગ્રહ…’અહીં જ બધું’…. August 29, 2025
Posted by devikadhruva in : Uncategorized , add a comment‘ગૂર્જર સાહિત્ય ભવન’ના FB page પરથી સાભાર..
Picture & courtesy by Gujar Sahitya Bhavan..(on FB Wall)

Picture & courtesy by Gurjar Sahitya Bhavan..
કક્કો…
Posted by devikadhruva in : કાવ્યો , add a commentકક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો.
સ્વરો સઘળા સંગે લઈને, વ્યંજનોમાં ઘૂમ્યો.
રેતી,માટી,પથ્થર માફક,અક્ષર વળગે સજ્જડ,
એકમેકની સંગ મળીને રચે ઈમારત ફક્કડ..
હરે,ફરે ને ખેલે ખેલ,અંદર જાણે મેજીક મહેલ,
માત્રાઓની સહેલ માણતો, પાક્કો પાયો કરતો ચાલ્યો,
કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો.