ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે ની રજતજયંતિ નિમિત્તે… પહેલી મુલાકાત સમયે… May 28, 2015
Posted by devikadhruva in : ગઝલ , trackbackગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે ની રજતજયંતિ નિમિત્તે…પહેલી મુલાકાત સમયે…સપ્રેમ, સાદર…
કડકડ થતી ઠંડી મહીં આ લાગણીનું તાપણું,
આવા દિલાવર લોક વચ્ચે લાગતું ઘર આંગણું.
પહેલી છે મુલાકાત, ને અણજાણ છું હું આપથી,
સાચું કહું તહેદિલથી, આ લાગતું સૌ આપણું.
જ્યાં જ્યાં સજાતો શબ્દનો દરબાર ત્યાં મન દોડતું
વિચારતું એના વિના બાકી બધું છે વામણું.
આવી અહીં જોયાં બધાં, ગુલશન ભરેલાં ગુલ આ,
પૂછું મને હું પ્રેમથી, શું સ્વર્ગનું આ બારણું?
Comments»
no comments yet - be the first?