મળે છે કંઇ? March 25, 2013
Posted by devikadhruva in : ગઝલ , trackbackએ કહે છે કંઇ, ને કરે છે કંઇ.
દિલ-દિમાગને, ક્યાં બને છે કંઇ?
કૈં કહે ના, તો યે સમજી જાયે બધુ,
એ નજર પણ, હવે શું જડે છે કંઇ ?
કેટલાં નામ બોલાય છે સાથમાં,
પણ કહો, કૃષ્ણ-રાધા મળે છે કંઇ?
ખુબી જે સાચી છે,તે છબીમાં નથી.
મ્હેંક થૈ આ હવામાં સરે છે કંઇ.
સાચવી સાચવી ત્રાજવે તોલીએ,
પણ સગાંઓ, વહાલાં બને છે કંઇ?
બિંદુની વાતમાં, સિંધુની વાત છે.
શબ્દ ને મૌન વચ્ચે, ફરે છે કંઇ.
Comments»
लाजवाब !!!
બિંદુની વાતમાં, સિંધુની વાત છે.